લંડન, તા. 5 : તમામ મોરચે પ્રભાવી પ્રદર્શનથી
ઓસ્ટ્રેલિયાએ મહિલા ક્રિકેટમાં પ્રભુત્વ સાબિત કરીને ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી
મહિલા ટી-20 વિશ્વકપમાં વિક્રમી સાતમી વખત
ચેમ્પિયન બન્યું હતું. આજે રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડના ચાર વિકેટે 150ના પડકારને 17 દડા બાકી હતા ત્યારે ત્રણ વિકેટે
153 રન બનાવી ઓસ્ટ્રેલિયા મહિલા
ટીમે પાર પાડયો હતો. નિર્ણાયક મેચમાં બેથ મૂનીએ 49 દડામાં 10 ચોગ્ગા સાથે
64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું
હતું. ફીબી લિચફીલ્ડે 35 દડામાં ઝડપી
48 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
મૂની અને લિચફીલ્ડે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરવાની સાથે જ ટીમનો ખિતાબી વિજય નિશ્ચિત બનાવ્યો
હતો. ઓપનર જ્યોર્જિયા વોલ નવ રન બનાવી શકી હતી, જ્યારે એલિસ પેરી (13) અને એશ્લી ગાર્ડનર (3) અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શાર્લેટ ડીન, લોરેન બેલ અને સોફી એક્લ્સટને 1-1 વિકેટ મેળવી હતી. આ પહેલાં
મહિલા ટી-20 વિશ્વકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડે
ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 150 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન નેટ
સિવર બ્રંટે એક છેડો સાચવી રાખીને પ3 દડામાં પ ચોગ્ગા વડે પ8 રનની લડાયક-અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય એલ્સી કેપ્સીએ 20 દડામાં 2 ચોગ્ગા,
1 છગ્ગાથી ઝડપી 23 રન કર્યા હતા, જ્યારે ફ્રેંયા કેમ્પ માત્ર 28 દડામાં 4 ચોગ્ગા,
1 છગ્ગાથી 44 રને નોટઆઉટ રહી હતી. તેના અને
બ્રંટ વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં પપ દડામાં 80 રનનો ઉમેરો થયો હતો. એમી જોન્સ
6, ડેનિયલ વેટ હોજ 8 અને હિથર નાઇટ બે રને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સદરલેન્ડ,
ગેરાથ, હેમિલ્ટન અને સોફીએ 1-1 વિકેટ લીધી હતી.