ભચાઉ, તા. 5 : ભચાઉ -નવાગામ રોડ છેલ્લા ચાર
વર્ષથી અતિ જર્જરિત હાલતમાં છે. ખાસ કેનાલ આસપાસ ચડતાં અને ઊતરતાં ખાડા- ક્યાંક ટેકરા
ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે ઝાડીઝાંખરા હજુ કાપવામાં
આવ્યા નથી. આ સમસ્યા દૂર કરવા માંગ કરાઈ છે. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇલાબેન
શાહે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પત્ર પાઠવાયો છે. રોડ ઉપયોગિતા અંગે તેમણે કહ્યું
હતું કે, વાડીવિસ્તાર અને નવાગામના નાગરિકો તેમજ રાહદારીઓ,
ખેડૂતો અહીથી નીકળે છે. અંગ્રેજી માધ્યમની શાળામાં અનેક વિદ્યાર્થીઓ-તેમના
વાલીઓ પસાર થાય છે. નહેરના ખૂણાથી બચવા સેવાભાવી લોકોએ બાવળ કાપી ગોઠવ્યા છે. આ વિસ્તાર
આફતોનો ભોગ બનતો હોય છે ત્યારે જોખમ હળવું કરવા અગ્રતા આપવી જોઈએ અને કામ થવું જોઈએ.
તેના બદલે મુશ્કેલી વધતી જાય છે. ત્વરિત દરખાસ્ત
કે મંજૂરી મેળવી ડામર અથવા આર.સી.સી. માર્ગ બને તે જરૂરી છે. બાઇકચાલકો અંધારામાં અચાનક સ્લીપ થઈ જાય
છે. યોગ્ય નિરાકરણ આવે તો જોખમ દૂર થાય અને
સુવિધારૂપ બની શકે તેમ હોવાનું પત્રમાં જણાવાયું છે.