• સોમવાર, 06 જુલાઈ, 2026

જોકોવિચ વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઈનલમાં

લંડન, તા. 5 : સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે રોઉમન સફિયુલિનને હાર આપી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત બનાવ્યું હતું. આ જીત સાથે જ નોવાકે ઈતિહાસ રચતાં ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે 106 મેચમાં વિજય મેળવનાર પ્રથમ પુરુષ ખેલાડી બનવાની સાથે જ 105 જીત ધરાવતા રોજર ફેડરરને પાછળ ધકેલ્યો હતો. મહિલા મેચોમાં ઈગા સ્વિયાતેક અને એલિના રાયબાકિનાના અપસેટ સર્જક પરાજય થયા હતા. દરમ્યાન જેસિકા પંગુલા (અમેરિકા)એ પોતાના જ દેશની ઈવા જોવિકને હરાવી બીજી વખત ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આઠમા વિમ્બલડન ખિતાબના પ્રબળ દાવેદાર જોકોવિચે સફિયુલિનને 7-6 (6), 6-3, 3-6, 6-3થી રોમાંચક હાર આપી હતી. સાત વખતના ચેમ્પિયન જોકોવિચને રશિયન ખેલાડીએ કોર્ટ પર પરસેવો પાડવા મજબૂર કર્યો હતો. સફિયુલિને પોતાની નિર્ભય શોટ મેકિંગ અને બેઝલાઈન પર સતત આક્રમક રમત રમીને લાંબા સમય સુધી સર્બિયન સ્ટારની બરોબરી કરી હતી. વિમ્બલ્ડન મહિલા સિંગલ્સમાં બે ઊલટફેર થયા છે. ગત વર્ષની ચેમ્પિયન ઇગા સ્વિયાતેક અને 2022ની વિજેતા ખેલાડી એલિના રાયબાકિના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ છે. ફિલિપિન્સની 21 વર્ષીય એલેકઝાંડર એલાએ અપસેટ કરીને પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 7-6 અને 6-2થી હાર આપી હતી. આ સાથે જ એલા કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચનારી ફિલિપિન્સની પહેલી ખેલાડી બની હતી. સ્વિયાતેક ગયા વર્ષે વિમ્બલ્ડનમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.  મહિલા સિંગલ્સની અન્ય એક મેચમાં વર્લ્ડ નંબર-2 એલિના રાયબાકિનાને બેલ્જિયમની 2પમા ક્રમની ખેલાડી એલિસ મર્ટેન્સે 7-6 અને 6-1થી હાર આપી અપસેટ કર્યો હતો. એલિસ મર્ટેન્સ મૂળ ડબલ્સની ખેલાડી છે અને વિમ્બલ્ડનમાં ડબલ્સમાં બે ખિતાબ જીતી ચૂકી છે. ચોથી ક્રમાંકિત જેસિકા પેગુલાએ ઈવા જોવિક સામે 4-6, 6-3, 6-1થી જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. 

Panchang

dd