• સોમવાર, 06 જુલાઈ, 2026

વાદળો ઘેરાય છે, પણ વરસતા નથી

ભુજ, તા. 5 : કચ્છમાં ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસવાની આગાહી વચ્ચે આકાશમાં વાદળો તો ઘેરાય છે, પણ મન મૂકીને વરસવામાં કંજૂસાઈ કરી રહ્યા છે. વાતાવરણીય પરિબળો હજુ સાનુકૂળ ન હોવાનાં કારણે હજે બે-ત્રણ દિવસ નોંધનીય વરસાદ વરસવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. કચ્છમાં વરસાદ વરસવાના વર્તારા વચ્ચે જિલ્લા મથક ભુજ સહિતના અન્ય કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદથી રસ્તા પણ માંડ ભીંજાયા હતા. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ રાજ્યની સાથે કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસાવે તેવી આશા જાગી છ. હાલ તો આકાશમાં વાદળો તો ઘેરાય છે. તડકાનાં દર્શન દુર્ભલ બન્યાં છે. એ વચ્ચે વરસાદના અભાવમાં બફારો-ઉકળાટ યથાવત્ રહ્યા છે. 35થી 37 ડિગ્રી મહત્તમ સામે 28થી 29 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં જનજીવન વરસાદના બદલે પરસેવાથી રેબઝેબ થતું જોવા મળી રહ્યું છે. 

Panchang

dd