કેરા (તા. ભુજ), તા. 29 : ચોવીસીના
સમૃદ્ધ બળદિયા ગામમાં નીચલોવાસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સર્જાનાર સ્વામિનારાયણ મંદિર
શાંતિબાગના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત 19/4ના યોજાશે, જેની
પત્રિકા દેવોને અર્પણ કરાઇ હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત સદ્. સ્વામી ભગવદજીવન સ્વામી,
કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી
આદિ સર્વે ટ્રસ્ટી મંડળ, સર્વે સંતમંડળો, બળદિયા નીચલોવાસના ટ્રસ્ટીઓ, કાર્યવાહ કમિટી,
સાંખ્યયોગી બહેનો, કચ્છ નરનારાયણ દેવ યુવક-યુવતી
મંડળ આદિ સર્વે હરિભકતોના સહયોગે બળદિયા નીચલોવાસ
મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શાંતિબાગનું નવનિર્માણ કરવામાં આવનારું છે. સાંપ્રદાયિક
પ્રસંગો, લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગો માટે નૂતન સંકુલનું બાંધકામ
શરૂ થનાર છે, જેમાં ગામના તેમજ આમંત્રિત હરિભકતો જોડાનાર છે,
જેમાં કથાશ્રવણ, અભિષેક દર્શન, સંતોના આશીર્વચન સહ ખાતમુહૂર્ત થશે. બે માળના આધુનિક આ નિર્માણ માટે દેશ-વિદેશના
ગામાઇઓએ દાન આપ્યું છે. સંપૂર્ણ સર્જન ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી થવાનું
છે. બળદિયાના સંતો શાત્રી ધર્મજીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય સામજી
ભગત આદિ ગૌરવરૂપ સંતરત્નોને સ્મરાશે.