• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

આદિપુરમાં રૂબિક ક્યૂબમાંથી બનાવાઇ ઝૂલેલાલની મૂર્તિ

આદિપુર, તા. 2 : તાજેતરમાં જ ગાંધીધામ આદિપુરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ સાઇ ઝૂલેલાલનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો, જેમાં રથયાત્રામાં ઝૂલેલાલની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે ગાંધીધામ તો ઠીક કદાચ સમગ્ર ભારતમાં પ્રથમવાર ભગવાન ઝૂલેલાલનું મોઝેઈક (લાદી ચિત્ર) 1500 રૂબિક ક્યૂબનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ ચિત્ર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.  આ કલાકૃતિ ભક્તિ સમર્પણ અને રચનાત્મકતાનું સુંદર પ્રતીક હતું. દરેક ક્યૂબને સાવધાની તથા ધીરજથી ગોઠવીને આકર્ષક છબી બનાવાઈ હતી.  આ લાદીચિત્રનું નિર્માણ માત્ર સાત વર્ષના બાળક નિવાન કેવલરામાણીએ કર્યું હતું, જેને 13 વર્ષના સનાયા કેવલ રામાણીએ સાથ આપ્યો હતો.  તથા મહેક ભાટિયા અને મધુ કેવલરામાણીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. 

Panchang

dd