નલિયા, તા 1 : અબડાસાના મુખ્ય મથક નલિયામાં
બસ સ્ટેશન પાસે આવેલા મુખ્ય પ્રવેશદ્વારની છત અત્યંત જર્જરિત બની ગઈ છે. આજે આ છતમાંથી
અચાનક પોપડાં ખરી પડયાં હતાં. આ માર્ગ રાત-દિવસ અવર-જવરથી ધમધમતો હોવા છતાં, સદનસીબે દુર્ઘટના સમયે કોઈ નીચે ન હોવાથી મોટી
જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલાં પણ અહીં પોપડાં
પડયાં હતાં. છતના સળિયા દેખાઈ રહ્યા છે અને લોખંડ કાટ ખાઈ જતાં સ્લેબ ગમે ત્યારે ધરાશાયી
થાય તેવી સ્થિતિ છે. અવારનવાર બનતી આ ઘટનાથી રાહદારીઓમાં ભય વ્યાપ્યો છે. તંત્ર દ્વારા
આ જોખમી હિસ્સો સત્વરે તોડી પાડવામાં આવે અથવા મજબૂત રિપારિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની
માંગ છે.