• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ચંદીગઢમાં પંજાબ ભાજપ મુખ્યમથકની બહાર વિસ્ફોટ

ચંદીગઢ, તા. 1 : પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની બહાર બુધવારે વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભાજપ કાર્યાલયની બહાર ગભરાટ ફેલાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વિસ્ફોટમાં કેટલાક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક મીડિયા હેવાલ મુજબ, ચંદીગઢના સેક્ટર 37માં ભાજપ કાર્યાલય બહાર વિસ્ફોટ થયો હતો. પોલીસ આ ધડાકાના કારણની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બહુ મોટો નહોતો. પંજાબ ભાજપ કાર્યાલયની બહાર સીઆરપીએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પંજાબ ભાજપ મીડિયા કોઓર્ડિનેટર વિનીત જોશીએ જણાવ્યું હતું કે, પંજાબ ભાજપ કાર્યાલયની બહાર સાંજે 5 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. અમે બહાર આવ્યા અને પોલીસ આવી. કેટલાક વાહનોના કાચ તૂટેલા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ધડાકા અંગે વાયરલ થયેલી તસવીરોમાં બીજેપી કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનો દેખાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે. 

Panchang

dd