• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

જીએસટી વસૂલાત બે લાખ કરોડ પાર

નવી દિલ્હી, તા. 1 : દેશમાં મોંઘવારીની ઉઠતી રાવો વચ્ચે માર્ચ દરમ્યાન જીએસટી વસૂલાત 8.8 ટકાના વધારા સાથે બે લાખ કરોડને પાર પહોંચી ગઇ હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન કુલ જીએસટી વસૂલાતરૂપે 22.27 લાખ કરોડ રૂપિયા સરકારી ખજાનામાં જમા થયા હતા. 2024-25ના નાણાં વર્ષમાં 20.55 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. માર્ચમાં બે લાખ કરોડનો આંકડો પાર કરવો નાણાં વર્ષના અંતમાં આર્થિક ગતિવિધિઓમાં તેજીનો સંકેત મનાય છે. આંકડા અનુસાર ઘરેલુ જીએસટી આવક માર્ચ મહિનામાં 5.9 ટકા વધીને 1.46 લાખ કરોડ થઇ ગઇ, જે દેશની અંદર સ્થિર ખપત દર્શાવે છે. બીજીતરફ આયાત સંબંધિત જીએસટી વસૂલાત 17.8 ટકા વધી છે. 

Panchang

dd