• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ભુજના માર્ગો જય હાટકેશના નાદથી ગાજ્યા

ભુજ, તા. 1 : નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશ મહાદેવની જન્મજયંતીની ભુજમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. શોભાયાત્રા, લઘુરુદ્ર સહિતમાં ભાવિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પૂર્વસંધ્યાએ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે રૂપિયા 5000 કે તેથી વધુ દાન આપનાર દાતાઓનું સન્માન તેમજ લય અંતાણી માટે ચિત્રહાર મ્યુઝિકલ હાઉઝીનું આયોજન કરાયું હતું. સવારે લઘુરુદ્ર બાદ છ બટુકને કર્મન જલ્પન અંજારિયા, સાર્થ દર્શ હાથી, રુદ્રાક્ષ હર્ષિત વૈદ્ય, આરવ યશ વોરા, સત્વ તેજસ રાણા અને પ્રહર્ષ પલક વૈશ્નવને યજ્ઞોપવિત અપાયા હતા. જ્ઞાતિના આચાર્ય ખંજન વોરા દ્વારા પ્રારંભ કરાવેલ લઘુરુદ્ર યજ્ઞમાં યજમાનપદે સમૃદ્ધિ મલ્હાર બૂચ દંપતિ દ્વારા બીડું હોમાયું હતું. શોભાયાત્રામાં પાલખીના દાતાનો લાભ નાગરાણી ગ્રુપની 11 બહેનોએ 30,000નો ચડાવો બોલી લીધો હતો. પાટોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા જય હાટકેશના નારા સાથે હાટકેશ મંદિરેથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. શોભાયાત્રાનું દ્વારકાધીશ મંદિષરે જગતભાઇ વ્યાસ તરફથી, મહાદેવ નાકે હાટકેશ સેવા મંડળ તથા સહકાર સેવા મંડળ દ્વારા તો ગેરવાળી વંડી ગરબી મંડળ તરફથી હોદ્દેદારોનું સન્માન કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાગર ચકલા ખાતે મિત્રોના સચિવાલય દ્વારા સ્વાગત કરાયું હતું. યજ્ઞોપવિત ધારણ કરનાર બટુકોને આવેલ ભિક્ષા તેમજ અલગ-અલગ જ્ઞાતિ સંસ્થાઓ અને જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવેલ ભેટ-સોગાદોનું વિતરણ કરાયું હતું. જ્ઞાતિ સમુદાયની વિશાળ હાજરી વચ્ચે બીડું હોમાયું હતું. પૂજારી કનૈયાલાલ વ્યાસ દ્વારા મહાઆરતી કરાઇ હતી. નોબત અને ઢોલ પર કિશોર વ્યાસ, હરમન ઝાલા અને સાથીદારે સાથ આપ્યો હતો. વીરેન્દ્રભાઇ રાધાકાંતભાઇ વોરા-આદિપુરનો આર્થિક સહયોગ મળ્યો હતો. સાંજે સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું. હાટકેશ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એર કંડિશન સુવિધાનું લોકાર્પણ કરાયું હતું. જ્ઞાતિના અલગ-અલ મંડળો તથા કાર્યકરો તરફથી વ્યવસ્થામાં સહયોગ આપવામાં આવ્યો હતો. રવાડીમાં ગુજરાતી સાડી તેમજ પીતાંબરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાડી સ્પર્ધામાં સિનિયર સિટીઝન મલિકાબેન અંતાણી, પ્રતીક્ષાબેન હાથી, યુવામાં સંગીતાબેન માંકડ, પૂર્વિબેન અંતાણી, ફાલ્ગુનીબેન વૈષ્ણવ તેમજ ધૈર્યાબેન વૈષ્ણવ વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે તૃષાબેન વૈદ્ય અને બંસરીબેન ધોળકિયા રહ્યા હતા જ્યારે પીતાંબરી સ્પર્ધામાં અનિમેશભાઇ વોરા અને નરેશ અંતાણી વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે રોહિત પાઠક અને અનુપમ શુક્લા રહ્યા હતા. - પાલખીના દાતાનો લાભ નાગરાણી કીટી ગ્રુપને મળ્યો : હાટકેશ પાટોત્સવની ઉજવણીમાં દાદા હાટકેશની પાલખીના દાતાનો લાભ આ વખતે નાગરાણી કીટી ગ્રુપની 11 બહેનોને સંયુક્ત રીતે મળ્યો હતો. સામાન્ય રીતે પાલખીના દાતા બનવાનો લાભ વ્યક્તિગત રીતે બોલી ચડાવીને અપાતો હોય છે. આ વખતે પાલખીના દાતાનો લાભ સંયુક્ત રીતે આ ગ્રુપને આપવામાં આવ્યો હતો. 

Panchang

dd