ગાંધીધામ, તા. 1 : સામખિયાળીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા આરોપીઓએ દુકાનમાંથી રોકડા રૂા. 1.80 લાખની ઉઠાંતરી કરી હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. ચોરીનો આ
બનાવ સામખિયાળી ચાર રસ્તા પંચવટી કોમ્પ્લેક્સમાં
ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી આશાપુરા ટેડિંગ નામની દુકાન નં.-3માં ગત તા. 31/3ના સવારે 10થી 10.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. લોખંડ અને પતરાંના વેપાર સાથે જોડાયેલા સિદ્ધરાજસિંહ અજીતસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું
કે, આવેલા
આરોપીઓ ફરિયાદીની દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. પેઢીના સંચાલક માગણી મુજબની વસ્તુ લેવા જતાં તે દરમ્યાન બે આરોપીએ ગલ્લામાંથી રોકડા રૂા. 1.80 લાખની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.આ ગુનામાં સામેલ આરોપીઓ પૈકી એક જણે ગ્રે કલરનું શર્ટ અને સફેદ કલરની
પેન્ટ તેમજ બીજાએ સફેદ પ્રિન્ટેડ શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. ચોરીનાં આ
કૃત્યમાં સામેલ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.