• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ગાંધીધામમાં બંધ ઓરડીમાંથી 2.61 લાખનો શરાબ પકડાયો

ગાંધીધામ, તા. 1 : અહીંની એ-ડિવિઝન પોલીસ ટીમે  ઓરડીમાંથી રૂા. 2.61 લાખની કિંમતનો અંગ્રેજી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડયો હતો. અબલત્ત આ કાર્યવાહીમાં આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. રાપર પોલીસે દ્વિચક્રી વાહનમાંથી રૂા. 19500નો શરાબનો જથ્થો હસ્તગત લીધો હતો. શહેરમાં જૂની સુંદરપુરી વિસ્તારમાં ગણેશ મંદિર પાસે આરોપી  ગોવિંદ કેશાભાઈ માતંગ તથા પ્રેમજી ઉર્ફે પ્રેમલો કેશાભાઈ માતંગના કબજાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો  પાડયો હતો. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશ દારૂના જુદી-જુદી બ્રાન્ડના  કવાર્ટરિયા 951 મળી આવ્યા હતા, જેની કિંમત રૂા. 2,61,525 આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપી ગોવિંદ અને પ્રેમજી કાયદાના સંકજાથી દૂર રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાપર પોલીસે પ્રાગપર ચોકડી પાસે આવેલી ચાંમુડા  હોટેલની બાજુમાં ખુલ્લામાં દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન  હોન્ડા એક્ટિવા જીજે-39-બી-1403માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ.10 કિં. રૂા. 5500 તથા 19,500ની કિંમતના 65 નંગ કવાર્ટરિયા  કબજે કરાયા હતા.આ ગુનામાં સામેલ આરોપી શક્તિસિંહ નવલસિંહ ગોહિલ અંધારાનો લાભ લઈને નાસી છૂટયો હતો.  

Panchang

dd