• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

સરહદ ડેરીનું વાર્ષિક ટન ઓવર 1264 કરોડ

અંજાર, તા. 1 : સરહદ ડેરી દ્વારા વર્ષ 2025/26માં ટર્નઓવરમાં ઐતિહાસિક વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2024-25માં 1208 કરોડની સામે વર્ષ 2025-26માં 4.64 ટકાના વધારા સાથે 1264 કરોડનું ટર્નઓવર થયું છે. ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષમાં લગભગ તમામ ક્ષેત્રોમાં અસરકારક કામગીરી કરવામાં આવી છે. દૈનિક 4.47 લાખ લિટર દૂધ ઉત્પાદન નોંધાયું છે, તો ઊટડીનાં દૂધમાં વર્ષ 2024-25માં 4754 લિટર સામે વર્ષ 2025-26માં 8.50 ટકાના વધારા સાથે 5158 લિટર દૂધ સંપાદન થયું છે અને ગત વર્ષે 8.72 કરોડનું ચૂકવણું કરાયું હતું  આ વર્ષે 9.60 કરોડનું ચૂકવણું ઊંટપાલકોને કરવામાં આવ્યું છે લગભગ દેશમાં આ પ્રથમ દાખલો છે, ઉત્પાદકોનાં જીવનધોરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. દૂધ પ્રોસાસિંગ પ્લાન્ટનાં ઉત્પાદનમાં પણ 5.76 ટકાનો વધારો થયો છે. જ્યારે આઇક્રીમના વેચાણમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં 42.52 લાખ લિટરની સામે વર્ષ 2025-26માં 44.25 લાખ લિટર આઈક્રીમ વેચાયા છે. અમુલ આઈક્રીમના વેચાણમાં ખાસો એવો વધારો જોવા મળ્યો છે. આગામી વર્ષે 130થી વધુ અલગ અલગ વાનગીઓ ઉમેરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેટલ ફીડના વેચાણમાં પણ 20 ટકાનો વધારો થયો છે. આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે પશુપાલકોના અવિરત પરિશ્રમ અને સહકારના પરિણામે આ લક્ષ્યાંક પ્રાપ્ત થયાં છે. આગામી સમયમાં આધુનિક પ્લાન્ટ તથા નવી ઉત્પાદન લાઈન અને રોજગારીની તકો ઊભી કરીને સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધતા દર્શાવીને ડેરીના દરેક નિર્ણયમાં પશુપાલકોનાં હિતને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું અને આગામી વર્ષમાં 1350 કરોડના ટર્નઓવરનું લક્ષ્યાંક રાખીને વધુ ગતિથી આગળ વધશું તેમ જણાવ્યું હતું. 

Panchang

dd