• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

રિઝવીએ રંગ રાખ્યો : દિલ્હીનો છ વિકેટે વિજય

લખનઉ, તા. 1 : આઈપીએલની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. એલએસજી પર ડીસીનો આ સતત પાંચમો વિજય હતો. બુધવારે એકાના સ્ટેડિયમમાં દિલ્હીએ બાલિંગ કરવાનું પસંદ કર્યું હતું. લખનૌ 18.4 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હીએ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.  દિલ્હીએ પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે સદીની ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો હતો. રિઝવીને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી તરફથી સમીર રિઝવીએ 47 દડામાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 70 અને ટ્રિસ્ટન સ્ટબ્સ (અણનમ)એ 31 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 39 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી પ્રિન્સ યાદવે 2 વિકેટ, તો મોહસીન ખાન અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી.  અગાઉ દિલ્હી કેપિટલ્સના પેસ એન્ડ સ્પિન આક્રમણ સામે લખનઉ સુપર જાયન્ટસ ટીમ 18.4 ઓવરમાં 141 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. લખનઉ તરફથી મિડિયમ પેસર્સ લૂંગી એનગિડી અને એન. નટરાજને 3-3 વિકેટ લીધી હતી, જ્યારે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને 2 અને કેપ્ટન અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.  લખનઉનો કપ્તાન રિષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો અને 7 રને ફોલો-થ્રૂમાં કમનસીબ પણે રનઆઉટ થયો હતો. લખનઉ ટીમે છેલ્લી પ વિકેટ 36 રનમાં ગુમાવી હતી.  લખનઉ તરફથી સૌથી વધુ 36 રન અબ્દુલ સમદે 2પ દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાની મદદથી કર્યાં હતા, જ્યારે ઓપનર મિચેલ માર્શ 28 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 3પ રને આઉટ થયો હતો. પૂરન 8, માર્કરમ 11, બડોની 0, મુકુલ ચૌધરી 14 અને શમી 1 રને આઉટ થયા હતા. શાહબાઝ અહમદ 1પ રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હીના કપ્તાન અક્ષર પટેલનો ટોસ જીતીને ઇકાના સ્ટેડિયમની ધીમી પિચ પર બોલિંગ કરવાનો નિર્ણય સફળ સાબિત થયો હતો. 

Panchang

dd