ગાંધીધામ, તા. 1 : મીડલ ઈસ્ટમાં ચાલતી યુધ્ધની
પરિસ્થિતના કારણે અનેક વૈશ્વિક પડકારો ઉભા થયા છે. દેશના મહાબંદરોમાં લાંબા અરસા સુધી
કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે નંબર વન રહેલા દિન દયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા વિપરીત સંજોગોમાં અને અમુક
કોમોડીટીમાં વૃધ્ધી સાથે થયેલા ઘટાડાની સ્થિતિ
વચ્ચે ગત મધરાત્રે 160.11 મીલીયન મેટ્રીક ટન
કાર્ગો હેન્ડલીંગ કરી પુન: પ્રથમ સ્થાન
હાંસલ કર્યું છે. નંબર વનની પોર્ટ પ્રશાસન દ્વારા કામદારો સાથે વિવિધ સ્થળે ઉમંગભેર
ઉજવણી કરવામાં આવી હતી. ડીપીએના સત્તાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નાણાકીય વર્ષ 2025-26માં પાર કરેલો 160 મીલીયન મેટ્રીક ટનનો આંકડો
અભુતપુર્વ છે અને દેશના મુખ્ય બંદરોના
ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્ગો
વોલ્યુમ છે. ગત વર્ષના 150 મીલીયન ટનથી
વધીને આ વખતે 160 મીલીયન ટન હેન્ડલીંગ થતા ઉચ્ચ બેઝ લાઈન કરતા વાર્ષિક વૃધી 7 ટકા જેટલી છે. સિદ્ધિ બંદરના નેતૃત્વ, કર્મચારીઓ, ગોદી કામદારો,
ટ્રેડ યુનિયનો, પીપીપી ઓપરેટરો, હિસ્સેદારો અને શ્રમિકોના અવિરત પ્રયાસોનો પુરાવો છે, સૌ કોઈએ ડીપીએને ઓપરેશનલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય ગૌરવનું દીવાદાંડી બનાવવામાં
યોગદાન આપ્યું છે. નંબર વન પોર્ટની સફળતાની
કંડલા બંદરે અને ગાંધીધામ સ્થિત પ્રશાસનીક કચેરી ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
મહાબંદરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપુર્ણ વાતાવરણમાં એકત્ર થયા હતા. સિમાચિન્હ
રૂપ સિધ્ધીમાં કામદારોને અને શ્રમિકોને પ્રોત્સાહન
આપવા માટે ઉપયોગીતા કીટ આપવામાં આવી હતી.આ
પ્રસંગે બોલતા ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘે તમામ પોર્ટ વપરાશકારો, ટ્રાન્સ્પોર્ટરો, સ્ટીવડોર્સ, શિપિંગ એજેન્ટ, કસ્ટમ
અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, કર્મચારીઓ,
અને સૌથી ઉપર સમર્પીત શ્રીમકો પ્રતયે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે
ઉમેર્યું હતું કે 160 મિલિયન ટનના ઐતિહાસિક સીમાચિહ્નને
પાર કરવું એ માત્ર સંખ્યામાં જ સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર બંદર સમુદાયની અતૂટ પ્રતિબદ્ધતા, તાલમેલ
અને સ્થિતિસ્થાપકતાનું પ્રતાબિંબ છે. આ સિદ્ધિ
સામૂહિક શક્તિ અને શ્રેષ્ઠતાના સતત
પ્રયાસનો પુરાવો છે.વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ
અને ભારતના દરિયાઈ ક્ષેત્રને પરિવર્તન પરના તેમના ધ્યાન હેઠળ, ડીપીએ કંડલા એક મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે
સ્પર્ધાત્મક દરિયાઈ ઇકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપવા કટીબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રશાસનીક
કચેરી ખાતે આયોજીત સમારોહમાં બહોળી સંખ્યામાં વિભાગીય વડાઓ, અધિકારીઓ,
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. - વિપરીત પરિસ્થિતિ વચ્ચે
કોમોડીટીમાં વૃધ્ધી : સૌથી વધુ વૃધ્ધી કન્ટેનરમાં : ગાંધીધામ, તા. 1 : વિવિધ કોમોડીટી પૈકી મહતમ કોમોડીટીના
આંકડામાં વીપરીત પરિસ્થિતિ વચ્ચે વૃધ્ધી જોવા મળી છે . જે પૈકી ખાતરમાં લગભગ 32%, પ્રવાહી કાર્ગોમાં 23.4% ઁ અને કન્ટેનર કાર્ગોમાં 54% વધારો થયો છે. કંડલાના જથ્થામાં
વધારો કરનાર અન્ય ચીજવસ્તુઓમાં લોખંડ અને સ્ટીલ 43% વૃદ્ધિ અને માટીમાં 17% વૃદ્ધિ નો સમાવેશ થાય છે. જોકે, લાકડા 4.3% ઘટાડો, મીઠું 12.4% ઘટાડો, વાડીનાર ખાતે ક્રૂડ અને પીઓએલ (5% ઘટાડો) અને કોલસોમાં 2.8% ઘટાડો જેવી કેટલીક ચીજવસ્તુઓમાં
ઘટાડો થયો છે. કેટલીક ચીજવસ્તુઓમાં આ ઘટાડા છતાં,
કંડલા બંદરે કંડલા ખાતે કન્ટેનર ટ્રાફિક, ખાતર
અને પ્રવાહી કાર્ગોના જથ્થામાં થયેલી વૃધ્ધી
થી ખાધ સરભર થઈ હતી અને 160.11 મિલિયન ટનને વટાવી ગઈ છે.