• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

અદાણી પોર્ટસનું 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ

મુન્દ્રા, 1 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ભારતની સૌથી મોટી એકીકૃત પરિવહન યુટિલિટી અને દેશનું અગ્રણી પોર્ટ ડેવલપર તેમજ ઓપરેટર છે, અને ગત નાણાકીય વર્ષમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડાલિંગ કરી એક ઐતિહાસિક માઈલસ્ટોનને પાર કર્યો છે.આ સિદ્ધિ અદાણી પોર્ટસના વિકાસમાં એક વિશેષ ક્ષણ છે અને તે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પરિવર્તનની વધતી તાકાતને રેખાંકિત કરે છે. 1998માં એક પોર્ટ આધારિત વિઝનથી શરૂ કરીને આજે ભારત અને તેની બહાર 19 પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી, અદાણી પોર્ટે ભારતના વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું મહત્વનું પરિબળ બની ગયું છે. આ અવસરે બોલતાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું, `પોર્ટ માત્ર વેપારના પ્રવેશદ્વાર નથી, તેઓ રાષ્ટ્રીય આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. હું અમારા ગ્રાહકો, ભાગીદારો અને અદાણી પોર્ટસના પરિવારના દરેક સભ્યનો આભાર માનું છું જેઓની સમર્પણ અને વિશ્વાસથી આ માઈલસ્ટોન શક્ય બન્યો છે. `અદાણી પોર્ટસનું 500 મિલિયન ટનને પાર કરવું એ ભારતની વિકાસ ગાથા પર અમારા દાયકાઓના વિશ્વાસનું સંકેત છે. અદાણી પોર્ટસની સર્વશ્રેષ્ઠ ક્ષમતા હજુ આગળ વધશે. સાથે ભારતની સર્વશ્રેષ્ઠ ક્ષમતા પણ વધશે છે,' 500 મિલિયન મેટ્રિક ટન સુધીની યાત્રા એ સ્કેલ અને પ્રતિબદ્ધતાની સંયુક્ત વિકાસગાથા છે. અદાણી પોર્ટસને પ્રથમ 100 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવામાં 16 વર્ષ લાગ્યાં, ત્યારબાદ બીજા 100 મિલિયન મેટ્રિક ટન વધુ ઝડપથી કુલ હેન્ડલીગ ઉમેરાયા છે, જે તેના પ્લેટફોર્મના વધતા સ્કેલ, કાર્યક્ષમતા, સ્થિરતા અને વ્યૂહાત્મક ઊંડાણને દર્શાવે છે. આ માઈલસ્ટોન સાથે અદાણી પોર્ટસ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગના પોતાના આગલા મોટા લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. 

Panchang

dd