ભુજ, તા. 1 : સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં
પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે ત્યારે જે મુખ્ય બંને પક્ષ
ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાવવાનો છે. આવી પરિસ્થિતિમાં બંને રાજકીય પક્ષો દ્વારા
કેવી તૈયારીઓ છે અને ઉપેદવારોની પસંદગીથી માંડી નામો વગેરે ક્યારે જાહેર કરાશે એ જાણવા
ભાજપ અને કોંગ્રેસના બંને જિલ્લા પ્રમુખો શું કહી રહ્યા છે એ જાણીએ. ભાજપના પ્રમુખ
દેવજીભાઇ વરચંદ અને કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલ બંનેનો જ્યારે સંપર્ક કરવામાં
આવતાં મહાનગર-પાલિકા, નગરપાલિકા,
જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઉમેદવારોની પસંદગી અંગે પોતાના પક્ષની પ્રણાલિ
અંગે વાત કરી હતી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યમાં કેસરિયો લહેરાઇ રહ્યો છે અને સ્વાભાવિકે
સત્તા પક્ષમાં ચૂંટણી લડવા ઉમેદવારોની પડાપડી હોય પરંતુ સામે વિપક્ષ કોંગ્રેસ પાસે
પણ ટિકિટો મેળવવા લાઇનો છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રમુખ શ્રી વરચંદે જણાવ્યું
હતું કે, જિલ્લા કક્ષાએ અમારી બે તબક્કામાં ફોર્મ એકત્ર કરવાની
કામગીરી હાથ ધરાશે. કાલ સુધી જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા
અને ત્રીજા તરીકે ગાંધીધામ મહાનગરપાલિકાનું કામ હાથ ઉપર લેવાશે. માગણી કરવાનો પક્ષના
દરેક કાર્યકરને અધિકાર છે. પસંદગી પ્રક્રિયા અલગ-અલગ તબક્કે થાય છે. અમારી જિલ્લા સંકલન
સમિતિ આવેલા તમામ ફોર્મની ચકાસણી કરી તેમાંથી ત્રણ નામની યાદી બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી
બોર્ડમાં મૂકશે. ઉપરાંત ફોર્મ આવ્યા હશે તે પણ ત્યાં મોકલવામાં આવશે. ઉમેદવારીની આખરી
પસંદગીનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાતો હોય છે. નો-રિપિટની ચર્ચા થાય છે. આ મુદ્દે
તેમણે કહ્યું કે, એવી કોઇ વાત પથી. તમામ ટિકિટ માગી શકે છે,
વયમર્યાદાનો મુદ્દો પણ નથી. ચૂંટાઇ શકે, સ્વચ્છ
પ્રતિભા ઉપરાંત વર્ષોથી પક્ષમાં સેવા આપતા
હોય, અભ્યાસુ-પ્રબુદ્ધ હોય તેવાને તક અપાશે એ હકીકત છે એમ કહ્યું
હતું. યાદી ક્યારે જાહેર કરાશે આ મુદ્દે શ્રી વરચંદે કહ્યું કે, સંભવત: 9 એપ્રિલે નામ
જાહેર થઇ શકે છે. કોંગ્રેસના પ્રમુખ શ્રી હુંબલે જણાવ્યું હતું કે, આવતીકાલ સુધીમાં અમારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ
થઇ જશે. દરેક તાલુકાના નિરીક્ષકો વિગતો મેળવી રહ્યા છે. એક વખત તમામ બેઠકની માગણી આવી
ગયા બાદ જિલ્લા સ્તરે યાદી તૈયાર કરી પ્રદેશમાં મોકલવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી મહોલ
લાગશે એ જ ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે, લોકોમાં અત્યારે ભાજપ
સામે રોષ છે અને સ્થાનિક સ્વરાજ્યમાં પરિવર્તન લોકો ઇચ્છે છે. ઉમેદવારો કેવા હશે આ
મુદ્દે તેમણે કહ્યું કે, સ્વચ્છ પ્રતિભા, કોંગ્રેસને વફાદાર હોય, મતદારો પસંદ કરે તેવા ઉમેદવારોને
ટિકિટ આપવામાં આવશે. 50 ટકા તો મહિલાઓને
તમ આપવાની છે અને સક્ષમ હશે તેની પસંદગી કરવામાં આવશે. ગયા વખતના અનુભવને ધ્યાને લઇ
કોઇ ધામધમકીથી ગભરાય નહીં, ખરીદાય નહીં
તેવા જ હશે. પાયાનો કોંગ્રેસનો કાર્યકર હશે તેને પ્રાથમિકતા અપાશે. પાંચેક દિવસ પછી
આખરી ઓપ આપી દેવાશે એ રીતે પક્ષના મોવડીઓ કામે લાગ્યા હોવાનું શ્રી હુંબલે ઉમેર્યું
હતું.