ભુજ, તા. 1 : જેની લાંબા સમયથી રાહ જોવાતી
હતી એ સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જારી કરી દેવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો ગાંધીધામ
મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકા,
જિ.પંચાયતની 38 અને 9 તાલુકા પંચાયની
કુલ્લ 448 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તો 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે.
જિલ્લામાં કુલ્લ 14,50,931 મતદારો
પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપશે. છઠ્ઠી એપ્રિલે જાહેર-નામાની પ્રસિદ્ધિ સાથે
ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે. સત્તાવાર રીતે અપાયેલી વિગતો અનુસાર ગાંધીધામ મહા નગરપાલિકાના
13 વોર્ડની બાવન બેઠક પાંચ નગર-પાલિકાના
43 વોર્ડની 172 બેઠક, 9 તાલુકા પંચાયતની
186 બેઠક અને જિ. પંચાયતની 38 બેઠકો માટે ચૂંટણી યોજવામાં
આવનાર છે. જિલ્લાના કુલ્લ મતદારોમાં 7,48,895 પુરૂષ અને 7,02,021 મહિલા તેમજ 15 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. - ગાંધીધામ મનપા અને નખત્રાણા
સુધરાઇમાં પ્રથમ વખત ચૂંટણી : ગાંધીધામને મહાનગર- પાલિકા અને નખત્રાણાને
નગરપાલિકાનો દરજ્જો મળ્યાલ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઇ રહી છે. સરની કામગરીના કારણે
ચૂંટણી તેના નિયત સમયમાં યોજવી શક્ય ન બનતાં હાલ સ્થાનીક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહિવટની
ધુરા વહિવટદારના હાથમાં સોંપવામાં આવી છે. - જિ. પંચાયતની બે બેઠક હતી : કચ્છ જિ.પંચાયતમાં
અગાઉ 40 બેઠક હતી પણ ગાંધીધામ મહાનગરપાલિકા
બનતાં ગળપાદર અને કિડાણા બેઠક રદ્ થતાં હવે 38 બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. તો નખત્રાણા નગરપાલિકા બનતાં
નખત્રાણા જિ.પંચાયત બેઠક કોટડા (જ) જ્યારે મેઘપર (બો)ની સીટ વરસામેડી થઇ છે. - 1896 મતદાન મથકમાં 8355નો પોલીંગ સ્ટાફ : ગાંધીધામ મનપાના 234, પાંચ નગરપાલિકાના 284 તેમજ જિલ્લા તાલુકા પંચાયતના
1378 મળી 1986 મતદાન મથક બનાવાયા છે આ મતદાન
મથકોમાં અંદાજીત 8355 જેટલો સ્ટાફ મતદાનના દિવસે
ફરજ બજાવશે. આ ઉપરાંત 1178 પોલીસ સ્ટાફ
અને1900 જેટલા વર્ગ-4ના કર્મચારીઓ ફરજ બજાવવાના છે. - વહિવટી તંત્ર સજ્જ : વહિવટી તંત્ર દ્વારા અલગ અલગ ચૂંટણી લક્ષી કામગીરી માટે 10 જેટલા નોડેલ અધિકારીની નિયુક્તિ
કરાઇ છે. તો મનપામાં ત્રણ આર.ઓ. ત્રણ એ.આર.ઓ નગરપાલિકામાં 7 આર.ઓ. અને 7 એ.આર.ઓ. તાલુકા પંચાયતમાં 22 આર.એ. અને 22 એ.આર.ઓ તો જિ. પંચાયતમાં 10 આર.ઓ. અને 17 એ.આર.ઓ.ની નિયુક્તિ કરાઇ છે.
-