અંજાર, તા. 23 : અહીંના કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ દ્વારા નવા વર્ષની ઉજવણી
અંતર્ગત રૂદ્રયાગ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ વરૂણભાઈ પંડયા અને મહામંત્રી અર્જુનભાઈ જોષીનાં
માર્ગદર્શન તળે આયોજન કરાયું હતું. મકલેશ્વર
મહાદેવ મંદિર ખાતે યોજાયેલા રૂદ્રયાગમાં ભગવાન શિવની વિશેષ પૂજા, રૂદ્રી, વિવિધ દ્રવ્યો
સાથે અભિષેક, પૂજન, અર્ચન, મહાઆરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના કન્વીનર પાર્થભાઈ રાજગોર
અને સહકન્વીનર જિજ્ઞેશભાઈ પંડયા હતા. રૂદ્રયાગની પૂજનવિધિ આચાર્ય વરૂણભાઈ પંડયાએ સંપન્ન
કરાવી હતી. મુખ્ય યજમાન પદે લાભશંકરભાઈ સોમનાથભાઈ પંડયા પરિવાર રહ્યા હતા. સમગ્ર આયોજનને
સફળ બનાવવા મંડળના સભ્યોએ સહકાર આપ્યો હતો.