ગાંધીધામ, તા. 23 : સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના
ધર્મગુરુની બે દિવસની મુલાકાત ઐતિહાસિક રહી હતી. તેમણે પ્યાર, મહોબ્બત અને બલીદાનની ધરતી કચ્છની મુલાકાતે
આવતા હર્ષની લાગણી અનુભવતા હોવાનું કહ્યુ હતું મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ વિગતો
આપતા જણાવ્યું હતું કે, સામખિયાળી
ખાતે દીનમહમદ રાયમા પરિવારમાં લગ્ન પ્રસંગે નિકાહ પઠાવવા સૈયદ હાસીમ અલ ગીલાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામખિયાળી
ખાતે મા ફાતેમા તુ ઝોહરા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી તથા ટ્રસ્ટમાં સીવણ ક્લાસ,
મહેંદી ક્લાસ, વોલીબોલ ગ્રાઉન્ડનું ઉદઘાટન કર્યુ
હતું. તેમણે સંસ્થાની કામગીરી તથા તાલીમને
બિરદાવી હતી. લાકડિયા ખાતે માજી સરપંચ ફતેમામદ
રાઉમાના ઘરે દુવા કરવા ઉપસ્થિત થયા. જ્યાં કૌમી એકતાના ભાઈચારાના દર્શન થયા હતાં. રાપરના
ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ અધ્યક્ષ
દયારામ મારાજ, લાકડિયા ઠાકોર મુન્ના દાદા ક્ષત્રિય અગ્રણી અશોકાસિંહ
ઝાલા, લાકડિયાના પૂર્વ સરપંચ બળુભા સોલંકી, જેઠુજી નાથબાવા, મનજી કોલી, લાભશંકર
મારાજ સહિતના આગેવાનોએ ઘર્મગુરુનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
ગાંધીધામ ખાતે હાજી જુમા રાયમાને ઘરે દાવત તથા સમાજના આગેવાનોને મુલાકાત આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સાથે કચ્છના તમામ મુસ્લિમો પોતાના દેશને વફાદાર રહે અને દેશમાં વસતા હમ
વતની ભાઈઓ સાથે પ્રેમ મોહબ્બતથી રહે. દેશની તરક્કી અને વિકાસમાં મુસ્લિમ સમાજ પોતાનું
ભરપુર યોગદાન આપે એ જ સાચા મુસ્લિમની નિશાની હોવાનું કહ્યું હતું. તેમની સાથે પ્રવાસમાં
રહેલા તેમના ખલીફા સૈયદ મઝહર અબબાવા એ કચ્છની કોમી એકતાની પ્રશંસા કરી. તેમણે હિંદુ
મુસ્લિમો એકબીજા માટે બલીદાન આપ્યું તે ધરતી
પર હઝરત બીજી વખત આવ્યા તે કચ્છી લોકોના પ્રેમની નિશાની હોવાનું કહ્યું હતું. હાસીમ અલ ગીલાનીએ આ પ્રસંગે
મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાને યાદ કરી કહ્યું હતું કે, હાજી અહમદશા બાવા એ કચ્છની
ધરતી પર મોહબ્બતની ખેતી કરી છે, ત્યારે મીઠાં ફળ જોવા મળે છે. તેમણે મુસ્લિમ સમાજના તમામ લોકો માટે દુવા કરી
ભારત અને ભારતનાં લોકો હંમેશાં તરક્કી કરે તેવી દુવા કરી હતી. ગાંધીધામ ખાતે અશરફ પાસ્તા
તથા રફીક બારા અને રમજુ કુંભારને ઘરે દુવા માટે હાજરી આપી હતી. મસ્જીદે નુરી ખાતે જુમ્મા નમાજ પઠાવી ત્યારે હજારો
અનુયાયીઓ ઉપસ્થિત રહી પોતાના પીરના દીદાર કર્યા હતાં. શબે મેરાજની રાતે મસ્જિદ એ તયબાહ ખાતે જીક્રે કાદરિયા
કરાવી હતી અને દુવા કરી હતી. આ પ્રસંગે પ્રવાસ
તથા આયોજનને સફળ બનાવવા હાજી જુમા રાયમા સાથે સૈયદ અનુબાપુ, સૈયદ
તાલીબ હુસેન સૈયદ, હુશેન આગરિયા, દીનમહમદ
રાયમા, રમજુ કુંભાર, યુસુફ સંધાર,
રફીક બારા, અશરફ પાસ્તા, ફતેમામદ રાઉમા, સાદીક રાયમા, યાકુબ
એડવોકેટ,યુસુફ હાકડા, મહમદ જુણેજા,
કાસમશા સૈયદ (કણખોઈ), સંદીપાસિંહ રાણા, સંજયાસિંહ રાણા,
ઝુબેર ભાઈ , સમીર ખાન, મુશીર
ખાન, ડો. હાસીમ હીંગોરો, ડો. રફીક વોરા
સહીત લોકો હાજર રહ્યા હતાં. સૈયદીની મુલાકાત
કરવા કચ્છની સાથે સમગ્ર ગુજરાત કાઠિયાવાડ, હાલાર, રાજસ્થાન મુંબઈ સહિતથી લોકો મુલાકાત માટે
આવ્યા હતાં.