ભુજ, 23 : ભુવા ફાર્મ-ભારાપર (તા. ભુજ)
ખાતે અષ્ટાપદ મહાતીર્થની પ્રતિકૃતિ સ્વરૂપે સ્મૃતિ સ્મારક તથા `િવતરાગ વિહારધામ'ના પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું. આધ્યાત્મિક
ચેતના, સાધના અને વૈરાગ્યના મૂલ્યોને જીવંત રાખતાં કેન્દ્ર દ્વારા
આવનારી પેઢીઓને જૈન ધર્મની તીર્થ પરંપરાની ઓળખ મળશે. આ પ્રકલ્પ અંતર્ગત `િવતરાગ વિહારધામ' (સોહમ સાધના ભવન - અર્હમ આરાધના ભવન)નું નિર્માણ
કરાશે. સમાજને આધ્યાત્મિક દિશામાં માર્ગદર્શન આપતું આ કેન્દ્ર બનશે એવી અપેક્ષા વ્યક્ત
કરાઈ હતી. કાર્યક્રમમાં લાલજીભાઈ દેવજીભાઈ ભુવા, વિજયભાઈ કનૈયાલાલ
શેઠ, વિરેનભાઈ કનૈયાલાલ શેઠ, મહેશભાઈ પ્રભુલાલ
મહેતા, નરેશભાઈ પ્રદ્યુમનરાય અંતાણી, મૌલિકભાઈ
સવિતચંદ્ર ધોળકિયા, કુ. ફલોરાબહેન બંદિશભાઈ ધોળકિયા, હેમભાઈ જગદીશચંદ્ર માકાણી, રવિલાલ કે. મહેશ્વરી,
એસ. એસ. સેનમા, બંદિશભાઈ સતીશચંદ્ર ધોળકિયાનો સહયોગ
મળ્યો હતો. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી વિરેન કનૈયાલાલ શેઠએ સૌને માહિતગાર કર્યા હતા.
પ્રકલ્પ શેઠ કનૈયાલાલ શામજી મોનાણી પરિવારના સહયોગથી સાકાર થવા જઈ રહ્યો છે. વિશ્વનું દ્વિતીય તથા ભારતનું સંભવિત પ્રથમ
અનોખું સ્મારક પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ દેવને સંકળાયેલી અષ્ટાપદ પરંપરા પ્રતિબિંબિત
કરાશે તેવું જણાવ્યું હતું.