• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

હાજીપીર ફાટકથી દેશલપર (ગું.) સુધી નમક વાહનો અને ચાલકો દ્વારા અપાતો ત્રાસ

નખત્રાણા, તા. 15 : તાલુકાનાં જીંજાય ગામના માર્ગની ચોકડીથી દેશલપર (ગું.) પુલ સુધી હાજીપીર સ્થિત નમક ઉદ્યોગની કંપનીઓમાંથી નમક લોડિંગ કરતાં ઓવરલોડ ડમ્પર, કન્ટેનર જેવી મોટી ટ્રકો રસ્તા પર આડેધડ મૂકી દેતાં વાહનોના કારણે દેશલપર બસ સ્ટેશન સુધી વાહનોના કારણે મહિલા બસ સ્ટેન્ડનો મહિલાઓને ઉપયોગ કરી શકાતો નથી. મોટા અને ભારે ચાલતાં વાહનોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવતી નથીઆર.ટી.ઓ.ના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે ઉપરાંત વાહનોમાં ભરાતો ઓવરલોડ જથ્થો, ઓવર સ્પીડ, રિફલેક્ટર રેડિયમ લગાવ્યા વગરના ચાલતાં વાહનો, ડ્રાઇવરો સગીર હોવા છતાં ડ્રાઇવિંગ કરે છે, ગામમાંથી પસાર થતી વખતે આકરા અવાજવાળા હોર્ન જરૂરત વગર ઉપયોગ કરે છે, જેથી એવા ડ્રાઇવરોને ગ્રામજનો દ્વારા કરવામાં આવતી ભલામણથી સામે ધાકધમકીઓ આપવામાં આવે છે અને લાયસન્સ વગર વાહન ચલાવતા ડ્રાઇવરોના કારણે ઘણી વખત નાના બાળકો, ગાય, ભેંસો, શ્વાનોના અકસ્માતથી મોત નીપજ્યાં છે તેવી ફરિયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

Panchang

dd