• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

જીવાત્માનાં કલ્યાણ માટે જીવન સમર્પિત કરો

ભુજ, તા. 15 : કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરતા શ્રી હરિકૃષ્ણ મહારાજ સેવક મંડળ કણભા, આણંદ અને સુરતથી આવેલ ધ્યાની સ્વામીના  સંત શિષ્યોની સત્સંગ હોલ ભુજ મઘ્યે દિવ્ય સત્સંગ સભા યોજાઈ હતી, મંડળના મુખ્ય સંત ન્યાલકરણદાસજી સ્વામીએ  આશીર્વચનમાં જણાવ્યું હતું કેશરીર નાશવંત છે માટે  શરીર સારું છે ત્યાં સુધીમાં  જીવાત્માનું કલ્યાણ કરી લેવું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં  કહ્યું છે કે, સત્સંગ કરીને જેવો હું વશ થાઉં છું તેવો અષ્ટાંગ યોગ, વ્રત, તપ, જપ કરીને વશ નથી થતો, માટે ધ્યાની સ્વામીજીએ આ અક્ષરધામતુલ્ય સત્સંગ હોલ અને ત્રી, ધનના સાચા ત્યાગી સંત આપ્યા છે તે આપણા મોટા ભાગ્ય છે. વધુમાં તેમણે શ્રીજી સત્સંગ ટ્રસ્ટના નિવૃત્ત થતા ટ્રસ્ટીઓની નિષ્ઠાપૂર્વકની સેવાને સન્માનપત્ર દ્વારા બિરદાવી હતી અને નવનિયુક્ત ટ્રસ્ટીઓનું અભિવાદન કર્યું હતું. ઉત્સવની શરૂઆત સંતોના ભાવપૂજનથી થઇ હતી. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન ગાદી અભિષેકનો ઉત્સવ  થયો હતો. ભક્તવત્સલદાસજી સ્વામીએ ભગવાનનો પક્ષ રાખવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કેઆ સંપ્રદાય - સત્સંગ સમજણનો છે. ધર્મરક્ષકદાસજી સ્વામીએ પોતાની વાણીમાં કહ્યું હતું કે, આઠ દિવસના વિચરણ દરમ્યાન કચ્છના હરિભક્તોનો અઢળક પ્રેમ પ્રાપ્ત થયો છે. ધ્યાની સ્વામીજીએ આ સત્સંગ હોલરૂપી બગીચો બનાવી આપ્યો છે, તો આપણે બધાએ માળી બની તેને પૃષ્ટ કરવાનો છે. સદબોધકદાસજી સ્વામીએ પોતાની રમૂજી શૈલીમાં તથા પૂ. ઘનશ્યામપ્રેમકદાસજી સ્વામીએ પ્રસંગ અનુરૂપ સત્સંગની રસલહાણ પીરસી હતી. પ્રમુખ તરીકે ભુજના પૂર્વ નગરપતિ નરેન્દ્રભાઈ ઠક્કરની વરણી કરવામાં આવી છે. નિવૃત્ત પ્રમુખ દયારામભાઈ વેગડ તથા નિવૃત્ત ખજાનચી નીતિનભાઈ ભટ્ટે સંત અને સત્સંગના મહિમાની વાત કરી હતી. ઉત્સવનું સંચાલન ધર્મરક્ષકદાસજી સ્વામી તથા ડો. કમલેશભાઈ વેગડે કર્યું હતું. 

Panchang

dd