• મંગળવાર, 13 જાન્યુઆરી, 2026

ઐતિહાસિક અંજાર શહેરમાં મહાનગર જેવા રંગો પુરાયા...

અંજાર,તા.11 : કલા, વારસો,સંસ્કૃતિ,પરંપરા,વેપાર-વાણિજય તમામ કચ્છનુ ઐતિહાસિક અંજાર શહેર અગ્રેસર રહયુ છે.ભુતકાળના સમયમાં પણ કચ્છમાં અંજાર રૂડા શહેર હો જી કહેવામાં આવતુ હતું. આ વાકય શહેરની ભવ્યતા પ્રેરે છે. વર્તમાન સમયમાં આ શહેર પૂર્વકચ્છનુ વડુંમથક બનવા માટે  મકકમ ગતિએ આગળ વધી રહયુ છે.2001 ના વિશાનક ભુંકપ બાદ શહેર વિકાસની તેજ રફતાર પકડી છે. આ શહેરમાં મહાનગરોની સુવિધા જેવા અવનવા રંગો પુરાયા છે. અંજારના 1481માં સ્થાપના દિવસની ઉજવણીનો નાગરીકોમાં આનંદ છે. પાછલા કેટલાક વર્ષોમાં આ રૂડા શહેરે શુ મેળવ્યુ છે અને લોકો પોતાના શહેરનો કેવો વિકાસ ઈચ્છી રહયા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંજાર ગામના નામકરણ અંગે સંદર્ભસુચિમાંથી મળતી વિગતો અનુસાર અજયપાળ મઢના આજુબાજુના વિસ્તારમાં લોકો વસવાટ કરતા હતા એટલે ઍ અજયપાળનું વાસ ઍ,ઍઅજાડનો વાસ ઍ, અજાડ અપભ્રંશ થઈને અંજાર તરીકે લોકપ્રચલિત થયુ હતું. આ ઉપરાંત ઉર્દુ શબ્દકોશમાં અજાડ એટલે લીલુછમ(હરીયાળું) એમ દર્શાવવામાં આવ્યુ હતું.અંજાર શહેરની આજુબાજુમાં હરીયાળી જોઈએ અજાડ નામ આપવામાં આવ્યુ હશે તેમ પણ મનાઈ રહયુ છે. વર્ષ 1956 ના ભુંકપમાં આ શહેરમાં નુકશાન થયુ હતું.ત્યારબાદ નવા અંજાર વિસ્તારનો વિકાસ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2001ના વિનાશકમાં પણ અહીં મોટા પ્રમાણમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ ભુકંપ બાદ આ શહેરે વિકાસ માટેની દોટ મુકી હતી. શહેર અને આજુબુજુના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવવાથી અનેક પરીવર્તન આવ્યા છે. જાણકારોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે અંજાર પંથકમાં 50 જેટલા મોટા અને મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમો ધમધમી રહયા છે .તેમજ 500 જેટલા એમ.એસ.એમ.ઈ ના એકમો ધમધમી રહયા છે. આ એકમોના કારણે રોજગારીની તકો ઉભી થઈ છે.વધુમાં અનેક લોકોએ અહીં આવીને અંજારને પોતાની કર્મભુમિ બનાવવા સાથે અહીં સ્થાઈ થયા છે. વિશ્વવિખ્યાત જેસલ તોરલ સમાધી ના દર્શન માટે દર વર્ષે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહયા છે. ખરીદી માટે અહીંની ખત્રીબજાર ઉપર પ્રવાસીઓ પ્રથમ પંસદગી ઉતારી છે.માલાશેરી સાડી બજારમાં ખરીદી માટે આજે પણ જિલ્લાભરમાં  લોકો અહીં ખરીદી કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષેથી ઐતિહાસિક અંજારને પણ પૂર્વકચ્છનુ વડું મથક બનાવવા માટે  હિમાયત હાથ ધરાઈ છે.જેના પરીણામે આ શહેરમાં પૂર્વકચ્છકક્ષાની અનેક સરકારી અહીં કાર્યરત થઈ છે. હજુ પણ કેટલીક કચેરીઓ અહીં કાર્યરત કરવા માટે વ્યાયામ ચાલી રહયો છે. ભુતકાળની સરખામણીએ આ શહેરનો વિવિધ દિશામાં વિકાસ થયો છે. એક સમયે લોકો ગામના આંતરીક વિસ્તારમાંથી બહાર વેપાર કરવા માટે અનેક વિચાર કરતા હતા.હવે ચિત્રકુટ સર્કલ પાસેનુ નવુ અંજાર વિકસી રહયુ છે. આ વિસ્તારમાં મોટા મોલ તથા શોરૂમ, નાસ્તાની દુકાનો, સારા રેસ્ટોરંન્ટ બન્યા છે. રમતગમતના ખાનગી સંકુલો પણ વિકસયા છે.અંજારના વિકાસો સીમાડો અનેક ઘડો લંબાયો છે. હજુ પણ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ આ વિસ્તારમાં આકાર લઈ રહયા છે.નવી મામલતદાર કચેરી પણ ચિત્રકુટ સર્કલ થી નજીકના અંતરે બની રહી છે. વિકાસીત શહેરમાં નાગરીકો શહેરની ભરતે આધુનિક સુવિધા સાથેનો રીંગ રોડ,હોર્ડસ ઝોનનો વિકાસ,મુખ્ય બજારમાં સારી સુદઢ વાહન પાર્કિંગ સુવિધા,હરવા ફરવાના સ્થળોનો વિકાસ,શૌચાલયની સહિતની સવલતોની અપેક્ષા રાખી રહયા છે.તેમજપ્રવાસીઓને આકર્ષવા માટે શહેરના જુદા પૌરાણીક મંદિ રોને પ્રવાસન સ્થળો તરીકે સ્વીકારીને તેનો વિકાસ કરવો જોઈએ.તેમજ જેસલ-તોરલ સમાધી પાસે રહેવા સહિતની પાયાની સવલતો ઉભી કરવી જોઈએ. કારણે પ્રવાસીઓના આવવા સ્થાનિક વેપાર વાણિજય માં નવા પ્રાણ પુરાશે તેવુ નાગરીકોએ જણાવ્યુ હતું. અંજારના ભરતભાઈ ઠકકરે પાણીસંગ્રહ શકિત વધારવા માટે આગોતરુ આયોજન કરવા, જેસલ -તોરલ સમાધી,ભરેશ્વર મંદિર તથા મેકમર્ડોનો બંગલોનો પ્રવાસન સ્થળ તરીકે સમાવી હેરીટેજ ટુરીઝમ બનાવવા સહિતની સુવિધા આપવા માટે માંગણી કરી હતી.

 

અંજાર સુધરાઈને અ વર્ગનો દરજ્જો મળ્યા બાદ હવે હદ વધારવાની પ્રક્રિયા ચાલુ : સુધરાઈ પ્રમુખ

અંજારના સર્વાગી વિકાસ માટે શરૂઆતના તબકકા થી પ્રયાસો હાથ ધરાયા છે.રાજયમંત્રી અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના પ્રયાસ થકી  અંજાર સુધરાઈને અ વર્ગનો દરજજો મળ્યો છે.પાલિકાની હદ વધારવાની દિશામાં ગતિવિધી ચાલી રહી છે. શહેરની સુંદરતા વધારવા ચાર પ્રવેશ ધ્વારા બની રહયા છે. તેમજ ચિત્રકુટ થી દેવળીયાનાકા સુધી આઈકોનિક રોડ નિર્માણ પામી રહયો છે. નાગરીકોને સ્વચ્છ અને સુંદર માહોલમાં નાસ્તોના લાભ લઈ શકે તે માટે તોરલ સરોવરમાં આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે.1.47 કરોડના ખર્ચે દેવળીયાનાકા બગીચાનુ નવીનીકરણ  કરાયુ છે. આ સ્થળે વોલીબોલ,બેડમિન્ટ અને સ્કેટીંગ મેદાનનો સમાવેશ કરાયો છે.ટેકનોલોજી શિક્ષણ માટે  સરકારી અંગ્રેજી શાળામાં એ.આઈ અને રોબોટીકસ અભ્યાસક્રમની સુવિધા અપાઈ છે. ડિજીટલ લાયબ્રેરી પણ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાર્યરત થશે. અદ્યતન અગ્નશમન દળના માળખા માટે પણ કામ ચાલી રહયુ છે.તેમજ બસ સ્ટેશન પાસે શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાની સ્થાપના માટે સર્કલનુ નવીનીકરણ કરવામાં આવી રહયુ છે. ગંગાનાકા પાસે આવેલ સિધ્ધેશ્વર તળાવનો વિકાસ કરવામાં આવશે.સ્ટેડીયમ પાસે  બોક્ષ ક્રિકેટ અને પિકલ બોલની રમતની વ્યવસ્થા ઉભી કરવા કાર્ય ચાલી રહયુ છે. દેવળીયાનાકા થી બસ સ્ટેશન થઈ ગાયત્રીચાર રસ્તા થઈ ચિત્રકુટ સર્કલ સુધી ગૌરવપથ બનાવવા તથા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે  વ્યવસ્થા માટે ઉચ્ચકક્ષાએ દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજુરી મળ્યા બાદ આ દિશામાં કાર્ય થશે. નાગરીકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા માટે માતબર રકમના ખર્ચે રસ્તાના કામો કરાયા છે. હજુ અનેક કામો પ્રગતિમાં હોવાનું ઉમેર્યું હતું.

વિજ્ઞાનપ્રવાહની  કોલેજની જરૂરીયાત

રાજયસરકાર ધ્વારા  સરકારી વિનયન અને વાણિજય કોલેજની ભેટ આપવામાં  આવી છે.તેમજ પૂર્વકચ્છની અલાયદી શિક્ષણ કચેરી શરૂ કરવા માટે કવાયત  હાથ ધરાઈ છે. આ તમામ બાબતો આવકાર્ય છે. તેમછતાં ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને  વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ  માટે સરકારી કોલેજ શરૂ કરવી જોઈએ. સ્થાનિક લોકો કુશળ કામદાર બની આજુબાજુના એકમમાં કામ કરી શકે તે માટે અંજારમાં પૂર્વકચ્છની બીજી પોલીટેકનિક કોલેજ શરૂ કરવા સાથે આઈ.ટી.આઈ માં અભ્યાસક્રમની બેઠકો વધારવી જોઈએ.હાલમાં જિલ્લામાં  માત્ર અંજારમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા ચાલી રહી છે.ત્યારે આ શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો પણ શરૂ કરવા જોઈએ

- મનોજ લોઢા, પૂર્વઆચાર્ય, સ્વામી વિવેકાનંદ સ્કુલ

આધુનિક રૂપરંગો સાથે શહેરે વિકાસની દોટ મુકી છે

ભુકંપ બાદ શહેરનો ચોતરફ વિકાસ થયો છે.પરીણામે શહેરના સીમાડા દૂર દૂર સુધી ગયા છે. શહેરના ચિત્રકુટ સર્કલ,યોગેશ્વર ચાર રસ્તા સહિતના સ્થળોએ વિકાસ થયો છે. મોટા કોર્મિશયલ મોલ અને અનેક નામચીન ફેન્ચાઝી અહીં ચાલુ થઈ છે.મહાનગર જેમ જ શહેર વિકસી રહયુ છે.ફાઈવ અને ફોર સ્ટાર કક્ષાની હો ટલ હાલ આકાર લઈ રહી છે.મોટા શહેરોની માફક અહીં મોટા મોલ ટાઈપની દુકાનો બની રહી છે.જેને જોતા અહીં વેપાર-વાણિજયક્ષેત્રે આધુનિકતાનો પવન ફુકાયો છે તેમ ચૌકકસપણે લાગી રહયુ છે.ટી.પી  યોજના અંગે સત્વરે નિર્ણય લેવાશે તો વધુ વિકાસ થશે.આ અંગે ધારાસભ્યે હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કરવાની હૈયાધારણ અપાઈ છે.

- પીન્ટુભાઈ ઠકકર, બિલ્ડર

અંજારમાં આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવી જરૂરી

ઐતિહાસિક શહેર અંજારમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ ઉભી થઇ છે પરંતુ હજુ સરકારી રહે સુવિધા વધુ સુદ્રઢ  થાય તે જરૂરી છે. અંજાર ની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ની ઇમારત લાંબા સમયથી તૈયાર છે તે ત્વરિત શરુ કરાય તે જરૂરી છે. અંજારના ખાનગી તબીબો 100થી વધુ દર્દીઓ તપાસી રહ્યા છે ત્યારે સરકારી રાહે વધુ આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા જોઈએ . હોસ્પિટલ માં સ્ટાફની  ખૂટતી કડી અંગે કાર્યવાહી જરૂરી છે. વરસામેડી અંડર બ્રિજ જઉં ટેક્નિકલ કારણ થી ચાલુ નથી થતો તે ચાલુ કરવો જરૂરી છે. કારણ કે ભચાઉ તરફ થી અંજાર આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.

- ડૉ. વીરેન્દ્ર જોટા

રમત ગમતક્ષેત્રે અંજારનો વર્ષોથી દબદબો

રમતગમત ક્ષેત્રે શહેરનો વર્ષોથી દબદબો છે.ખો-ખો રમતમાં અંજાર અગ્રેસર હતું.અંજારના આઝાદ અને ડેમોક્રેશી ક્રિકેટ કલબ નામ હતું. અંજાર જીમખાનામાં રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ શહેર પ્રમુખ ડેનીભાઈ શાહના પ્રયાસ થકી ડીપીએ ના સહકારથી 80 લાખના ખર્ચે વિકાસ થઈ રહયો છે.આ ઉપરાંત શહેરમાં બોક્ષ ક્રિકેટના મેદાન બની રહયા છે. ખાનગી રમતગમતની સુવિધા પણ વિકસીત છે.પંરતુ  ભુજ અને  ગાંધીધામની જેમ સ્થાનિક પણ રમતગમત સંકુલ બનાવવા આવે સ્થાનિક ખેલાડીઓને રમતગમતક્ષેત્રે પ્રોત્સાહન મળશે.

- દિનેશભાઈ ઠકકર, પ્રમુખ,જીમખાના

Panchang

dd