ભુજ, તા. 11 : તાલુકાના ભુજોડી ગામે સ્થાનિક
સત્તાવાળાઓ દ્વારા ધંધાર્થીઓને યેનકેન પ્રકારે કનડગત કરાતી હોવાના આક્ષેપ તુલસીગિરિ
દયાલગિરિ ગુંસાઇ નામના અરજદાર દ્વારા કરાયો છે. લેખીત રજૂઆતમાં જણાવ્યાનુસાર લાંબા
સમયથી આ સમસ્યા સતાવી રહી છે. અરજદાર ધંધાર્થીની દુકાન સમક્ષ આડેધડ પુરનો ઢગલો ઠાલવી
હેરાનગતિ વધારાયાનો ઉલ્લેખ કરાયો છે.