• ગુરુવાર, 12 માર્ચ, 2026

ચાંદ્રોડામાં કિશોરીનાં અપહરણ બળાત્કાર અંગે ગુનો દાખલ

ગાંધીધામ, તા. 11 :  અંજારના ચાંદ્રોડામાં એક કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર અંગે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.  ચાંદ્રોડામાં ગત તા. 8/3થી 9/3 દરમ્યાન આ બનાવ  બન્યો હતો. 13 વર્ષીય એક કિશોરીનું અંતરજાળના એક કિશોરે અપહરણ કર્યું હતું. લગ્નની લાલચ આપી કિશોરીને પોતાની સાથે લઈ જઈ અને બાદમાં વારંવાર તેણે શારીરિક  સંબંધ બાંધ્યો હતો. ચકચારી એવા આ બનાવ અંગે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd