• ગુરુવાર, 12 માર્ચ, 2026

યુપીએસસીમાં વાગડનો યુવાન ગુજરાતમાં પ્રથમ આવતાં આનંદની લાગણી પ્રસરી

રાપર, તા. 11 : સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા 2025નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 34 ઉમેદવારે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, તેમાં વાગડના દિશાંત અમૃતલાલ નિસર રાજ્યમાં પ્રથમ આવ્યા છે અને દેશમાં 19મો ક્રમાંક મેળવ્યો છે. વાગડના યુવાનને આ ઝળહળતી સફળતાથી આનંદની લાગણી જોવા મળી રહી છે. દેશની સૌથી અઘરી મનાતી યુપીએસસીની પરીક્ષા બહુ મહેનત માગે છે. વાગડના દિશાંત નિસર આ કઠિન પરીક્ષાને પાસ કરીને રાજ્યમાં પ્રથમ અને દેશમાં 19મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આઈએએસ દિશાનની આ જ્વલંત સફળતાથી વાગડ પંથકમાં ખુશી જોવા મળી રહી છે. ઠેર ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી  છે. કચ્છના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. ધ્યેય અને સખત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે આ વાગડના યુવાને સાબિત કરી આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિશાંત નિસરે ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસમાં પણ સફળતા મેળવી હતી. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર, કચ્છ પેસેન્જર એસોસીએશન, આધોઇ  યુવક મંડળ મુંબઈ સહિતની સંસ્થાઓ દ્વારા વાગડના યુવાનને અભિનંદન પાઠવ્યા હતા.  

Panchang

dd