• ગુરુવાર, 12 માર્ચ, 2026

હોડકોના યુવાનની હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભૂત

ભુજ, તા. 11 : બન્નીના હોડકોમાં 23 વર્ષીય યુવાન ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપોત્રાની હત્યાની છાનબીનમાં તેમાં પ્રેમ પ્રકરણ કારભૂત હોવાનું સામે આવ્યું છે, જેને લઇ એક કિશોરવયના શખ્સની અટક કરી પોલીસે કાર્યવાહી કરી છે. ગઇકાલે પરોઢે ચાર વાગ્યે હોડકોની સીમમાં ઇસ્માઇલની હત્યા નીપજાવેલી લાશ મળતાં ચકચાર પ્રસરી હતી. આ બનાવની ફરિયાદમાં પાંચ શકમંદનાં નામ પણ જાહેર કરાયાં હતાં. આ હત્યા અંગેના તપાસકર્તા ધોરડો પોલીસ મથકના પી.આઇ. મૃગેન્દ્રસિંહ ચાવડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ હત્યા પછવાડે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે અને આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર સામે આવતાં તેની અટક કરીને કોર્ટમાં રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરી છે. 

Panchang

dd