• ગુરુવાર, 12 માર્ચ, 2026

દેશલપર : દુકાનમાં આવી ઝઘડો કરી, લેપટોપ-પ્રિન્ટર તોડયાં

ભુજ, તા. 11 : તાલુકાના દેશલપરની દુકાનમાંથી આરોપીના પિતાજીને ધોકો મારી બહાર કાઢયાનાં મનદુ:ખમાં આરોપી કુહાડી સાથે ત્યાં આવી ગાળાગાળી સાથે ઝઘડો કરી લેપટોપ અને પ્રિન્ટરને તોડી 90 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે માનકૂવા પોલીસ મથકે કુરબઇના સચિનભાઇ જેઠાલાલ રૂડાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ દેશલપરમા તેની ઓમકાર એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે. તા. 9-3ના બપોરે આરોપી જયેશભાઇ મોહનલાલ  રામજિયાણી (રહે. કુરબઇ)એ કુહાડી સાથે આવી કહ્યું કે, મારા પિતાજીને દુકાનમાંથી ધક્કો મારી કેમ બહાર કાઢયા હતા, તેમ કહી ગાળો બોલી હતી. ગાળો બોલવાની ના પાડતાં કુહાડીથી જાનથી મારી નાખવાની ધમકી આપીને કુહાડીથી લેનોવો કંપનીનો લેપટોપ અને પ્રિન્ટર તોડી નાખી 90 હજારનું નુકસાન કર્યું હતું. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd