નખત્રાણા, તા. 8 : અહીંના વથાણચોકથી મોટી વિરાણી
જતા માર્ગે ચાલતા વરસાદી પાણીના નિકાલ માટે ધીમીગતિએ ચાલતાં કામથી લોકો ભારે હાલાકી
ભોગવી રહ્યા છે. નાળાંની સફાઈ કરાયેલી માટી, કચરાના ઢગલાના આડશથી અડધા ભાગ જેટલો રોકાઈ જતાં વાહનો તેમજ બજારના ગ્રાહકો,
લોકોની અવરજવરથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ છે. છ માસથી ચાલતું આ
કામ ક્યારે સંપન્ન થશે, તેવો સવાલ ઉઠાવાઈ રહ્યો છે. નગરપાલિકા
દ્વારા નાળાંકામના અપાયેલા કોન્ટ્રાક્ટ કામ અંગે મળેલી વિગત અનુસાર કામ તુરંત પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરાઈ છે.