• રવિવાર, 09 નવેમ્બર, 2025

સીમાએ રખોપું કરતા જવાનોને 10 એ.સી.ની ભેટ

માંડવી, તા. 8 : આપણી સરહદની રક્ષા કરતા ભુજના સીમા સુરક્ષાદળના જવાનોને 27 વર્ષથી સેવાકીય કાર્યો કરતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા તરફથી વતનપ્રેમી દાતાના સહયોગથી દોઢ ટનના 10 એ.સી. ભેટ આપવામાં આવ્યા હતા. વતનપ્રેમી દાતા માતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી પાંચ તથા દાતા નિશા પીયૂષ શાહ (હસ્તે નીતિન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન-મુંબઈ) તરફથી પાંચ એ.સી. ભુજના જવાનોને ભેટ આપેલાં હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. બી.એસ.એફ.ના અધિકારીઓઁએ સાધનો સ્વીકારીને દાતા પરિવાર તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો આભાર માન્યો હતો. સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને કારોબારી સભ્યો તથા સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સરહદ પર રાત-દિવસ આપણી તેમજ દેશની રક્ષા કરતા જવાનોને ઘણા વર્ષોથી સમયાંતરે ઠંડાં પાણીના વોટર કૂલર, માલસામાન રાખવા ડીપ ફ્રીઝ, સ્ટોરેજ ટેન્ક, જનરેટર ઈન્વર્ટર, પાઈપ લાઈન, બેન્ચ વગેરે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા આપવામાં આવ્યા હતા. 

Panchang

dd