• શનિવાર, 12 જુલાઈ, 2025

મેગા ફોટોગ્રાફી સ્પર્ધામાં કુલ 15 લાખનાં ઇનામોની જાહેરાત

ગાંધીનગર, તા. 11 : ધી ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ફોટોગ્રાફીના શોખીન લોકો માટે મેગા ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે. જેનું જાહેર પ્રદર્શન તા. 11,12,13 સપ્ટેમ્બરના મહાત્મા મંદિર ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ફોટો ફેરમાં યોજવામાં આવશે. આ સ્પર્ધાના વિષય મહાકુંભ-2025, મેરેજ ફોટોગ્રાફી, વાઇલ્ડ લાઇફ, વૃદ્ધાવસ્થા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી રહેશે. દરેક વિષયમાં વધુમાં વધુ ત્રણ પ્રિન્ટ ઓનલાઇન www.cgptia.org/participate પર મૂકવાની રહેશે. કેટેગરી મુજબ રૂા. 500 પ્રવેશ ફી રાખવામાં આવી છે. સ્પર્ધામાં 125 જેવી સારામાં સારી તસવીર સ્પર્ધાના પાંચ નામાંકિત નિર્ણાયક દ્વારા પસંદગી પામ્યા બાદ તેનું પરિણામ 19 ઓગસ્ટના જાહેર કરાશે, જ્યારે પ્રદર્શન તા. 11,12,13 સપ્ટેમ્બરના મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. પ્રથમ વિજેતાને એક લાખનેં ઇનામથી નવાજવામાં આવશે. કુલ 15 લાખના રોકડ ઇનામો અપાશે. વધુમાં વધુ ફોટોગ્રાફી શોખીન લોકોને સીજીપીટીઆઇએ એસોસીએશન દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા નિમંત્રણ પાઠવાયું હોવાનું પ્રતિનિધિ પ્રકાશ ગાંધીની યાદીમાં જણાવાયું હતું. અજય પારેખ, ચત્રભુજ દામાણી, વિનય ઠાકર, મનોજ વરૂ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 

Panchang

dd