અમદાવાદ, તા. 11 : કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના
નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા 1-7થી 30-9 સુધી શરૂ કરાયેલા જન સુરક્ષા
સંતૃપ્તિ અંતર્ગત ગુજરાતના 33 જિલ્લામાં
ફેલાયેલા પીએસબી, ખાનગી બેંકો,
ગ્રામીણ બેંકોના સામૂહિક પ્રયાસ દ્વારા 14610 ગ્રા.પં.ને આવરી લેવાશે તેવું
અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસએલબીસી ગુજરાતના કન્વીનર અને બેંક ઓફ બરોડાના
જિલ્લા પ્રબંધક અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ અભિયાનના ઉદ્દેશ્યો, અમલીકરણ અને વ્યૂહરચના અંગે વાત કરતાં અશ્વિનીકુમારે
કહ્યું હતું કે, દરેક ગ્રામ પંચાયતમાં મુખ્ય જિલ્લા પ્રબંધક સંબંધિત
બેંક શાખાઓ દ્વારા શિબિરોનું આયોજન કરાશે અને સ્થાનિક વસ્તીને પીએમએસબીવાય માટે રૂા.
20ના નજીવા પ્રીમિયમ અને પીએમજેજેબીવાય માટે
રૂા. 436ના પ્રીમિયમ પર બે લાખના વીમાકવચની
યોજનાઓનો લાભ લેવા તથા નોધણી કરાવવા જાગૃત કરાશે. તે ઉપરાંત પીએમજેડીવાય હેઠળ ખાતું
ખોલાવવા, નિક્રિય જનધન ખાતાઓને ફરીથી કેવાયસી કરાવવી,
ડિપોઝિટ ખાતાઓમાં નામાંકન વિગતો અપડેટ કરવી અને નાણાકીય સાક્ષરતા પૂરી
પાડવા સહિતની બાબતોનો આ અભિયાન અંતર્ગત સમાવેશ થાય છે તેમ જણાવ્યું હતું. તે સિવાય
સામાજિક સુરક્ષા યોજના હેઠળ 29 લાખ એપીવાય, 92 લાખ પીએમજેજેબીવાયમાં નોંધણી
કરાઈ છે, જે પૈકી 55589 દાવાનું સમાધાન કરવા સાથે ચૂકવણી
કરાઈ હોવાની વિગતો પણ તેમણે આપી હતી. આ પત્રકાર પરિષદમાં બીઓબીના વરિષ્ઠ અધિકારીઓ શ્રી
કુમાર ઉપરાંત ડેપ્યુટી જનરલ પ્રબંધકો વિપિનકુમાર ગર્ગ, રણજીત રંજન દાસ, વીણા
કે. શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.