• શનિવાર, 27 જુલાઈ, 2024

સહારાના પૈસા સરકારમાં જમા થશે

નવી દિલ્હી, તા. 20 : સરકાર કથિત રીતે સહારા-સેબી રિફંડ ખાતામાં પડેલી દાવા વિહોણી રકમને સરકારના ભંડોળમાં ટ્રાન્સફર કરવાની યોગ્યતા ઉપર વિચાર કરી રહી છે. જો કે તેમાં એવા રોકાણકારો માટે જોગવાઈની આશા છે જે ભવિષ્યમાં દાવો કરે તેવી સંભાવના છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે દાવા વિનાની રકમને ભંડોળમાં રાખવાના નિર્ણય ઉપર સહારાના સંસ્થાપક સુબ્રતો રોયના નિધન બાદ વિચાર કરવામાં આવી રહ્યો છે. સહારા રિફંડ ખાતું બન્યા બાદ છેલ્લા 11 વર્ષમાં ગણ્યા ગાંઠયા દાવેદારો જ સામે આવ્યા છે. રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રોકાણકારોને રકમ પરત કરવા માટે રકમને એક અલગ ખાતાની સાથે જ સરકારી ભંડોળમાં બદલવાનો વિકલ્પ શોધવામાં આવશે. જો માહિતીની ખરાઈ બાદ સેબી જેટલા લોકોની જાણકારી મેળવવામાં અસમર્થ રહેશે તો તેવા દાવેદારોથી એકત્રિત કરવામાં આવેલી રકમ સરકારને સોંપી દેવામાં આવશે. સરકારના ભંડોળમાં મોકલવામાં આવેલી રકમનો ઉપયોગ ગરીબોની મદદ માટે ચાલી રહેલા કાર્યક્રમ અથવા તો લોક કલ્યાણ માટે કરવામાં આવે તેવી સંભાવના છે. 31 માર્ચ સુધી સમુહથી વસુલવામાં આવેલી અને સરકારી બેંકોમાં જમા કરવામાં આવેલી કુલ રકમ 25163 કરોડ રૂપિયા હતી. જ્યારે 48326 ખાતાથી સંબંધિત 17526 આવેદનોના બદલામાં 138 કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે. બીજી તરફ સહકારી સમિતિઓના કેન્દ્રીય રજીસ્ટ્રારને 5000 કરોડ રૂપિયા હસ્તાંતરીત કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang