• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

સૂર્યનો વિજય અભિષેક; હેટ્રિક સાથે શ્રેણી જીત

ગુવાહાટી, તા. 25 : પહેલા બોલરોના બળુકા દેખાવ અને બાદમાં બેટધરોના શક્તિ પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ભારતનો આઠ વિકેટે વિસ્ફોટક વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી ભારતીય ટીમે 3-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી લીધી હતી અને વન-ડે શ્રેણીની હારનો કિવીઝ સામેનો હારનો હિસાબ પણ ચૂકતે કર્યો હતો. કિવીઝના 9 વિકેટે 13 રનના જવાબમાં ભારતે ફક્ત 10 ઓવરમાં 60 દડા બાકી રાખીને 2 વિકેટે 1પપ રન કરી 8 વિકેટે પ્રચંડ વિજય મેળવ્યો હતો. અભિષેક શર્માએ ભારત તરફથી બીજી ઝડપી અર્ધસદી કરીને 20 દડામાં 7 ચોગ્ગા અને પ છગ્ગા સાથે અણનમ 68 રન કર્યા હતા. કપ્તાન સૂર્યકુમારે પણ સતત બીજી અર્ધસદી કરી હતી. તે 26 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગા સાથે પ7 રને અણનમ રહ્યા હતા. અભિ-સૂર્યાએ મેદાન પર રનની આંધી સર્જીને ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 40 દડામાં 102 રન કર્યા હતા. આથી કિવીઝ ટીમ વેરવિખેર થઇ ગઇ હતી. અગાઉ બુમરાહે 3 અને હાર્દિક-રવિએ 2-2 વિકેટ લીધી હતી. સંજુ સેમસન ઇનિંગના પહેલા દડે ગોલ્ડન ડક થયો હતો. ઇશાન કિશને 28 રનની ઝડપી ઈનિંગ રમી હતી.અગાઉ ભારતીય કપ્તાન સૂર્યકુમારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. કપ્તાનનો આ નિર્ણય યોગ્ય સાબિત કરીને ભારતીય બોલર્સ પહેલી ઓવરથી જ ત્રાટક્યા હતા અને ન્યૂઝીલેન્ડ ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 13 રને અટકાવી દીધી હતી. કિવીઝ ટીમ તરફથી કોઇ બેટર અર્ધસદી કરી શક્યો ન હતો અને મોટી ભાગીદારી પણ બની ન હતી. ગ્લેન ફિલિપે સર્વાધિક 48 રન 40 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે બનાવ્યા હતા, જ્યારે માર્ક ચેપમેને 23 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગા સાથે 32 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલી ઓવરમાં ડવેન કોન્વે (1) અને બીજી ઓવરમાં રચિન રવીન્દ્ર (4)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટિમ સિફર્ટ 12 રને આઉટ થયો હતો. વન-ડે શ્રેણીના રનમશીન ડેરિલ મિચેલ 14, કાઇલ જેમિસન 3, મેટ હેનરી 1 રન કરી પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ઇશ સોઢી 2 અને જેકોબ ડફી 4 રને અણનમ રહ્યા હતા. આથી ન્યૂઝીલેન્ડ ટીમ 9 વિકેટે 13 રન સુધી પહોંચી શકી હતી. ભારત તરફથી બુમરાહે 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડયા અને એક વર્ષ પછી વાપસી કરનાર રવિ બિશ્નોઇને 2-2 વિકેટ મળી હતી. ભારતીય ઇલેવનમાં અર્શદીપ અને વરૂણ ચક્રવર્તીના સ્થાને રવિ બિશ્નોઇ અને જસપ્રીત બુમરાહને મોકા મળ્યા હતા. 

Panchang

dd