• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

ભૂકંપમાં ગભરાટ નહીં, સમજદારી જરૂરી

કચ્છમિત્ર પ્રસ્તુત `સુરક્ષા સેતુ ' શ્રેણી આપને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન આપશે. આ અનોખી શ્રેણીનો હેતુ દરેક નાગરિકને આપદા સમયે સજ્જ અને સુરક્ષિત બનાવવાનો છે. ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે જો સમજદારીથી કામ લેવામાં આવે, તો જીવ બચાવી શકાય છે. - ઘરની અંદર  ધરતીકંપ વેળાએ સુરક્ષાની માર્ગદર્શિકા : * નીચે નમી જાઓ (Drop)મજબૂત ટેબલ નીચે ઘૂસી જાઓ (Cover) અને ટેબલના પાયાને મજબૂત રીતે પકડી રાખો (Hold on) * બારીઓ, અરીસા કે કાચના શો-કેસથી દૂર રહો, કારણ કે તે તૂટીને તમને ઈજા પહોંચાડી શકે છે. * જો ટેબલ ન મળે, તો ઓશીકું અથવા તમારા હાથ વડે માથાં અને ગરદનને ખાસ સુરક્ષિત કરો. જો ગેસ ચાલુ હોય, તો તરત જ બંધ કરો અને રસોડાંનાં પ્લેટફોર્મ કે કેબિનેટથી દૂર હટી જાઓ. *જો તમે ઊંઘમાં હોવ અને ધરતીકંપ આવે, તો પલંગ પર જ રહો અને ઓશીકાથી મોઢું ઢાંકી લો. * જો કંઈ જ ન મળે, તો ઘરના ખૂણામાં જઈને બેસી જાઓ. ખૂણાઓ ઘરના સૌથી મજબૂત ભાગ ગણાય છે. * જો તમે બહુમાળી બિલ્ડિંગમાં હોવ, તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો. સીડીનો જ ઉપયોગ કરો. * ધ્રુજારી ચાલુ હોય, ત્યારે ઘરની બહાર દોડવાનો પ્રયત્ન ન કરો. પડતી વસ્તુઓથી ઈજા થવાનું જોખમ વધુ હોય છે. * કબાટ, બુક-શેલ્ફ કે દીવાલ પર લટકાવેલા ભારે ફોટાઓથી દૂર રહો. 

Panchang

dd