મેલબોર્ન, તા.25 : સર્બિયાનો 24 વખતનો ગ્રાંડસ્લેમ ટાઇટલ વિજેતા
નોવાક જોકોવિચ, પુરુષ વિભાગનો નંબર વન
સ્પેનનો કાર્લોસ અલ્કરાઝ, મહિલા વિભાગની ટોચની બેલારૂસની ખેલાડી
આર્યના સબાલેંકા ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. બીજી તરફ 11મા ક્રમનો રૂસી ખેલાડી દાનિલ મેદવેદવ ઉલટફેરનો
શિકાર બની ટૂર્નામેન્ટની બહાર થયો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચને હરીફ ખેલાડી
ઝેક ગણરાજયના યાકુબ મેંસિંક તરફથી વોકઓવર મળ્યો હતો. તે જોકોવિચ સામેના મુકાબલામાંથી
ખસી ગયો હતો. તેણે સ્નાયૂ ખેંચાઈ જવાની ઇજાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી જવાનો
નિર્ણય લીધો હતો. આથી જોકોવિચ અંતિમ-8 રાઉન્ડમાં પહોંચ્યો હતો જ્યારે નંબર વન અલ્કરાઝનો ટોમી પોલ વિરુદ્ધ
7-6, 6-4 અને 7-પથી વિજય થયો હતો. અલ્કારાઝનું લક્ષ્ય પહેલીવાર
ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બનાવાનું છે જ્યારે 11મા નંબરનો રશિયન ખેલાડી અમેરિકાના 2પ નંબરના ખેલાડી લર્નર ટીમ વિરુદ્ધ 4-6, 0-6 અને 3-6થી હારીને બહાર થયો હતો. ઓસ્ટ્રેલિયાનો
6 નંબરનો ખેલાડી એલેક્સ ડી મિનોર પણ અંતિમ-8 રાઉન્ડમાં પહોંચ્યો છે. મહિલા વિભાગની નંબર
વન સબાલેંકાનો પ્રી. ક્વાર્ટર મેચમાં કેનેડાની 17મા ક્રમની ખેલાડી વિક્ટોરિયા અમબોકો સામે 6-1 અને 7-6થી વિજય થયો હતો. અમેરિકીના
3 નંબરની ખેલાડી કોકો ગોફ પણ ક્વાર્ટર ફાઇનલમાં
પહોંચી છે. તેણીએ ઝેક ખેલાડી કેરોલિના મૂચોવાને 6-1, 3-6 અને 6-3થી હાર આપી
હતી.