• બુધવાર, 27 મે, 2026

ભારત-અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજના કરાર

નવી દિલ્હી, તા. 26 (પીટીઆઈ) : ભારત અને અમેરિકાએ મંગળવારે નવી ટેક્નોલોજી માટે જરૂરી એવા મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ખનિજોના સ્થિર પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે સહયોગનું મુખ્ય માળખું મજબૂત બનાવ્યું હતું. આ પગલું વૈશ્વિક ટેક્નોલોજી સપ્લાય ચેઇન માટે મહત્ત્વપૂર્ણ-દુર્લભ તત્ત્વો અને વ્યૂહાત્મક ધાતુઓ પર ચીનના નિકાસ નિયંત્રણો અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવ્યું છે. નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન મહત્ત્વપૂર્ણ ખનિજોના ખાણકામ અને પ્રક્રિયાના પુરવઠાને સુરક્ષિત કરવાનાં માળખાં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.`આ ખૂબ જ સમયસર અને મહત્ત્વપૂર્ણ બાબત છે' એમ વિદેશમંત્રી એસ. જયશંકરે માર્કો રૂબિયોની હાજરીમાં કહ્યું હતું. `આ માળખાંનો ઉદ્દેશ ખાણકામ પ્રક્રિયા, રિસાયક્લિંગ અને સંબંધિત રોકાણ સહિત સમગ્ર મહત્ત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વી પુરવઠા શૃંખલામાં આપણા સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે' એમ કહ્યું હતું. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, આ માળખું સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવશે, પ્રોજેક્ટ્સના ધિરાણમાં મદદ કરશે તેમજ મહત્ત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વીના અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરશે.`આ એક વધુ સંકેત છે કે, એવી દુનિયામાં જ્યાં ઘણા પડકારો છે, પણ સાથેસાથે ઘણી તકો પણ છે, ત્યાં આપણો સહયોગ કેટલો ગાઢ રહ્યો છે' તેમ તેમણે કહ્યું. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રિક વાહનો, ડ્રોન, બેટરી વગેરેમાં ક્રિટિકલ મિનરલ્સ જરૂરી છે અને 70 ટકા ખનિજ પર ચીનનો અંકુશ છે. 

Panchang

dd