• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

બોર્ડ ઓફ પીસ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ : ટ્રમ્પ

દાવોસ, તા. 22 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે  હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધના વિરામના ઉદ્દેશ સાથેના બોર્ડ ઓફ પીસના પહેલા ચાર્ટરનું ઔપચારિક એલાન કરી દીધું છે. યુનાઈટેડ નેશન્સની તર્જ ઉપર બનાવવામાં આવેલા બોર્ડ ઓફ પીસનું શરૂઆતી લક્ષ્ય ગાઝા ઉપર રહેશે. જો કે બાદમાં તેનો વિસ્તાર દુનિયાભરના વિવાદને ઉકેલવા માટે થઈ શકે છે. આ બોર્ડમાં પાકિસ્તાન સહિતના ઘણા દેશોએ સભ્ય બનવા સહમતિ આપી છે. બોર્ડ ઓફ પીસના લોન્ચ ઉપર ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) ખાતે કહ્યું હતું કે, ગાઝા યુદ્ધવિરામ સમજૂતી હેઠળ હમાસે હથિયાર છોડવા પડશે બાકી આ પેલેસ્ટાઈન આંદોલનનો અંત બનશે. આ અમેરિકા માટે નહીં પણ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે, અમેરિકાના અનેક મહત્ત્વના સાથી દેશો અને યુરોપના ફ્રાન્સ અને યુ.કે. સહિતના દેશો જોડાયા નહોતા. પાકિસ્તાન સહિતના કેટલાક મુસ્લિમ દેશો આ બોર્ડ ઓફ પીસમાં સામેલ થયા હતા. પણ ભારત અળગું રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈસ્લામી સમૂહ હાથોમાં હથિયાર લઈને પેદા થયા હતા. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોર્ડ ઓફ પીસના એલાન સમયે એક ડઝનથી વધારે દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ટોપ રાજદ્વારી અધિકારી હાજર રહ્યા હતા. પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ, આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર માઈલી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેંટિયાગો પેના વગેરે હાજર હતા. 

Panchang

dd