ભુજ, તા. 26 : ભુજ બાર એસો. દ્વારા પ્રિન્સિપાલ
ડિસ્ટ્રીક્ટ ફેમિલી કોર્ટના જજ શ્રી ગોલાણી, ત્રીજા અધિક સિનિયર સિવિલ જજ શ્રી ડાભી
તથા અધિક સિવિલ જજ શ્રી ત્રિવેદીનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. સમારંભમાં પ્રિન્સિપાલ
ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દિલીપભાઇ મહિડા, અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે. એ.
ઠક્કર, વી. એ. બુદ્ધા, એન. પી. રાડિયા, ટી. એન. ખંધાડિયા, નામદાર પ્રિન્સિપાલ સિનિયર
સિવિલ જજ કે. સી. જોષી, ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસના શ્રી પ્રજાપતિ, સિનિયર સિવિલ જજ જે. વી. બુદ્ધા, આર. એસ. સિંધલ તથા નામદાર ચીફ જ્યુ.
મેજિસ્ટ્રેટ એમ. એમ. કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. આવકાર ભુજ બાર એસો.ના મંત્રી મલ્હાર
બૂચે આપ્યો હતો. ભુજ બાર એસો. પ્રમુખ સચિન ગોરએ વ્યક્તિનો સ્વભાવ એની મૂડી હોતાં દરેકનો
સ્વભાવ સામી વ્યક્તિનાં મનમાં માન સાથે અંકિત રહે તેવું જણાવી ત્રણે જજને શુભેચ્છાઓ
પાઠવી હતી. સિનિયર એડવોકેટ હેમસિંગભાઇ ચૌધરી, દેવાયતભાઇ બારોટ, મુકેશભાઇ ઉપાધ્યાય દ્વારા
ત્રણે ન્યાયાધીશોના કાર્યકાળને યાદ કરી તેમની સાથેના સહસ્મરણોને યાદ કરી શુભેચ્છાઓ
પાઠવી હતી. કાર્યક્રમમાં વિદાય લઇ રહેલા ત્રણે ન્યાયાધીશોએ આભાર વ્યક્ત કર્યો હતો. ના. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ
જજે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો તથા કચ્છના વકીલ મંડળના સભ્યો કચ્છમાં લોકોને ઝડપી
ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વિદાય લઇ રહેલા ત્રણે જજનું સન્માન ભુજ બાર એસો.ના પ્રમુખ તથા હોદ્દેદારો અને
કારોબારી સભ્યો દ્વારા કરાયું હતું. ભુજ બાર એસો.ના ઉપપ્રમુખ કાનજીભાઇ ધુવા દ્વારા
આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમમાં
ખજાનચી નસીમબેન ખત્રી, સહમંત્રી મેહુલ ગોસ્વામી, મહિલા ઉપપ્રમુખ કાન્તાબેન વેકરિયા,
જોઇન્ટ સેક્રેટરી દક્ષાબેન સોની, લેડી રિપ્રેઝન્ટેટિવ ભક્તિબેન ગોર, લાયબ્રેરી સેક્રેટરી
ઘનશ્યામસિંહ સોઢા અને કારોબારી સભ્ય પરેશ હિંગણા, વીનેશ ચાડ, ધનજીભાઇ મેરિયા, હર્ષદકુમાર
જરાદી, શિવપાલસિંહ વાઘેલા, પરાગ જોષી, આનંદ જોષી, લક્ષ્મણ મહેશ્વરી, દિવ્યાબેન બારમેડા,
કોમલબેન ઠક્કર, મીનાબેન સોરઠિયા, આરતીબેન ઝાલા તથા આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર સુરેશભાઇ
મહેશ્વરી, ભુજ બાર એસો.ના સિનિયર ધારાશાત્રીઓ
અમીરઅલી લોઢિયા, રામલાલભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ ઠક્કર, દર્શકભાઇ બૂચ, દેવરાજભાઇ ગઢવી, હેમસિંગભાઇ ચૌધરી, પી. એસ. કેનિયા, વી. સી. માંડલિયા, પંકજભાઇ વૈષ્નવ,
કૈવલ્યભાઇ વૈષ્નવ, એ. એ. ઝરીવાલા, હરેશભાઇ જોષી, પ્રભુદાનભાઇ ગઢવી, દિલીપભાઇ દવે, મોઇન બાવા, એમ. એ. ખોજા, કે. ડી. લોન્ચા, વિજયભાઇ ગઢાઇ વિ.
સાથે જુનિયર ધારાશાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.