ભુજ, તા. 2 : આજે નિરોણામાં બાઇક થાંભલા
સાથે ભટકાતાં ગામના 25 વર્ષીય યુવાન
કાનજી સામતભાઇ આહીરનું માથાંમાં ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ થયું હતું. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં નિરોણાનો
કાનજી આહીર તેની બાઇક જી.જે.-12 બી.પી.-5177વાળી લઇને જઇ રહ્યો હતો ત્યારે
નિરોણા રોડ પર જ તેની બાઇક વીજ થાંભલા સાથે અથડાતાં કાનજીને માથાંમાં ગંભીર ઇજા પહોંચી
હતી. આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે
તેને મૃત જાહેર કર્યા હતા. નિરોણા પોલીસ મથકે વિગતો જાહેર થતાં બાઇકચાલક મૃતક એવા કાનજીએ
બેદરકારીથી પૂરપાટ બાઇક ચલાવી થાંભલા સાથે ભટકાવી પોતાને માથાંના ભાગે ગંભીર ઇજા પહોંચાડી-પોતાનું
મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.