ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ-અંજાર ધોરીમાર્ગે
ટેઈલર હડફેટે મોટરસાઈકલ ચાલક અજીજ હુસેન સોઢાનું મૃત્યુ થયું હતું.
મેઘપર બોરીચી દેનાબેંકની સામે હાઈવે ઉપર ગત તા.29/3 ના સાંજે આ બનાવ બન્યો હતો. ટેઈલર નં. જીજે-39-ટીએ-4242ના ચાલકે મોટરસાઈકલ નં. જીજે-12-સી-9216ને ટકકર મારી હતી. મિકેનિકલ
તરીકે કામ કરતા અજીજને ગંભીર ઈજાઓ પહોંચતા તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના
ભાઈ સાજીદ હુસેન સોઢા(મુસ્લિમ)ની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.