ભુજ, તા. 1 : તાલુકાના વાડાસરની સીમમાંથી
પવનચક્કી ઉપરથી 1.60 લાખના લોખંડના
સળિયાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. માનકૂવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ વાડાસરની
સીમમાં આઈનોક્સ કંપનીની પવનચક્કીના ફાઉન્ડેશનમાં લોખંડના સળિયા ગોઠવેલા હતા. તા. 12/2થી તા. 16/2 દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ
આ આશરે આઠેક ટન લોખંડના સળિયા જેની કિ. રૂા. 1,60,000ની ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ
ધરી છે.