• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ગંઢેર પાસે પગપાળા જતા ગાંધીધામના યુવાનને ગાડીએ ટક્કર મારતાં મોત

ભુજ, તા. 1 : તાલુકાના ગંઢેર પાટિયા પાસે પગપાળા જતા ગાંધીધામના 23 વર્ષીય યુવાન દીપક પ્રવીણભાઇ ગરવાને પાછળથી ગાડીએ ટક્કર મારતાં માથામાં ગંભીર ઇજાનાં પગલે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ગાંધીધામના સેકટર પાંચમાં રહેતો દીપક ગાંધીધામથી  ભુજ બાજુ પગપાળા ચાલીને જતો હતો ત્યારે આજે બપોરે 2-30 વાગ્યાના અરસામાં ગાડી નં. જી.જે.-12-બીટી-2615વાળાએ પાછળથી ટક્કર મારતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.આથી દીપકને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં  ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં દીપકના કાકા અશોકભાઇ ધોરિયાએ લખાવી હતી. પદ્ધર પોલીસને જાણ   કરાઇ છે. 

Panchang

dd