• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં પિસ્ટલ-જીવંત કાર્ટિસ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 15 : શહેરમાં આવકવેરા કચેરી નજીક માર્ગ પર પગપાળા જતા એક શખ્સને સ્થાનિક પોલીસે પકડી પાડી તેની પાસેથી એક પિસ્ટલ તથા બે જીવંત કાર્ટિસ જપ્ત કર્યા હતા. શહેરની આવકવેરા કચેરી નજીક માર્ગ પર પગપાળા જતા શખ્સ પાસે પિસ્ટલ હોવાની બાતમીના આધારે આજે બપોરે પોલીસ અહીં દોડી આવી હતી અને પગપાળા જતા ખારીરોહરના મુસ્તાક જુસબ કટિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સની કમરમાંથી પિસ્ટલ મળી આવી હતી તથા ખિસ્સામાંથી બે જીવંત કાર્ટિસ મળ્યા હતા. પોલીસે આ શખ્સ પાસેથી રૂા. 10,200ના પિસ્ટલ તથા કાર્ટિસ જપ્ત કર્યા હતા. તેણે આ અગ્નિશત્ર મોરબી ઝિંઝુડા ગામના ઈશાક જામ નામના શખ્સ પાસેથી વેચાતું લીધું હતું. મોરબીના શખ્સને પકડવા તથા મુસ્તાક કટિયાએ પોતાની પાસે પિસ્ટલ કેવા આશયથી રાખી હતી તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd