ભુજ, તા.13 : તાલુકાના ધાણેટીની એક કંપનીમાં
કામ દરમ્યાન 42 વર્ષિય શ્રમીક મુકેશ કલાભાઈ
માલીવાડનો પગ લપસી જતાં તે પાણીના ટાંકામાં પડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ
કરુણાંતિકા અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો મુજબ
ધાણેટીની સોમનાથ સિલિકા પ્રોસેસર કંપનીની અંદર આજે સાંજે 4:30 વાગ્યાના અરસામાં શ્રમિક મુકેશ
કામ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતાં તે પાણી ભરેલાં ટાંકામાં પડી ગયો હતો. આથી
તેના કાકા રાકેશ તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે મૃત
જાહેર કર્યા હતા.