ભુજ, તા. 12 : મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી
પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલુ કઙઋ જરૂરિયાત માટેનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તથા
તેની કાળાબજારી ન થાય તે માટે સરકાર દ્વારા ઊઈઅ હેઠળ પગલાં લેવા સુચના અપાઈ છે, તે વચ્ચે ગુરુવારે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા
હાથ ધરાયેલી કામગીરી દરમ્યાન ખાવડામાંથી કોમર્શિયલ ગેસનો બિનઅધિકૃત ઝડપી પાડી સીઝ કરવામાં
આવ્યો હતો. યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો પૂરતો પુરવઠો જાળવી રાખવા જિલ્લાના પુરવઠા તંત્રે
સતત પ્રયત્નો હાથ ધરી ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે આજે
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં જિલ્લા પુરવઠા
અધિકારીની ટીમ દ્વારા તપાસણી કરવામાં આવતાં પ્રમુખસ્વામી નગરમાં બિપિન દાવડા દ્વારા
સંચાલિત સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર નામની દુકાનમાંથી 19 કિલો ગ્રામ વજનની 11 કોમર્શિયલ ગેસની ભરેલી તથા
ચાર ખાલી બોટલ મળી આવી હતી તેમજ 14 કિલો ગ્રામ
વજનની ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરની ભરેલી સાત તેમજ બે ખાલી બોટલ સહિતનો રૂા. 1,01,244ની કિંમતનો મુદામાલ સીઝ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.