• ગુરુવાર, 25 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : વિઠ્ઠલભાઇ પ્રેમજી શંકરવાલા (મોતા) (ઉ.વ. 70) (સાંગલીવાળા) મૂળ મસ્કાના તે અરુણાબેનના પતિ, નીશા તથા ગૌરવના પિતા, પ્રદીપભાઇ પંડ્યા તથા તન્વીબેનના સસરા, રુત્વ તથા ધ્યાનના દાદા, નિર્મીત તથા ચૈતન્યના નાના, ગં.સ્વ. ચંચળબેન પ્રેમજી શંકરવાલાના પુત્ર, ગં.સ્વ. સાવિત્રીબેન શાંતિલાલ નાગુના જમાઇ, સ્વ. જેન્તીલાલ, લક્ષ્મીકાંત, રમેશભાઇ, નીતિનભાઇ, સ્વ. ભગવતીબેન, દમંયતીબેન, હેમલતાબેન, ઇંદિરાબેન, હર્ષાબેનના ભાઇ, ગં.સ્વ. ગીતાબેન ઘનશ્યામભાઈ બાવાના વેવાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ જોશીના ભાણેજ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11-2023ના સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, (આર.ટી.ઓ) ભુજ ખાતે.

ભુજ : સંગીતાબેન જણસારી (ઉ.વ. 53) તે યોગેશ ભગવાનજી જણસારી (ભુજ નગરપાલિકા)ના પત્ની, ગં.સ્વ. મધુબેન ભગવાનજીના પુત્રવધૂ, મહેશભાઇના ભાભી, ક્રિશીવ તથા ધરા યશકુમાર પરમારના માતા તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4થી 6 કચ્છી પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજ, પ્રેમલતાબેન કાકુભાઇ રંગવાલા લગ્નવાડી, પ્લોટ નં. સી-1, મુંદરા રિલોકેશન ચાર રસ્તા, ભુજ ખાતે.

ભુજ : મૂળ રોહા (સુમરી)ના પ્રભાતસિંહ ભારમલજી વાઢેર (ઉ.વ. 69) તે સ્વ. ભારમલજી સતાજી વાઢેરના પુત્ર, સ્વ. રૂપસંગજી સતાજીના ભત્રીજા, સ્વ. ભગવતસિંહ રૂપસંગજી, સ્વ. રામસંગજી ભારમલજી, બળવંતસિંહ રૂપસંગજી, પ્રવીણસિંહ રૂપસંગજી, સ્વ. મહાવીરસિંહ, હરિસિંહ ભારમલજી, ચંદ્રસિંહ ભારમલજી, જાડેજા નવલબા નવલસિંહ (મોથાળા), સ્વ. અનસૂયાબા સુરેન્દ્રસિંહ જાડેજા (જાંબુડી)ના ભાઇ, જાડેજા વનિતાબા ઘનશ્યામસિંહ (રાજકોટ)ના કાકા, જાડેજા જિજ્ઞાબા ભૂપેન્દ્રસિંહ (વાડાપદ્ધર), જાડેજા હેતલબા રાજદીપસિંહ (ભુજ), જયપાલસિંહના પિતા, ઇન્દ્રજીતસિંહ, ધર્મેન્દ્રસિંહ, કૃષ્ણકુમારસિંહ, જિતેન્દ્રસિંહ, લગ્ધીરસિંહ, યોગેન્દ્રસિંહ, નિર્મલસિંહ, પ્રશાંતસિંહ, રાજદીપસિંહ, હકુમતસિંહ, કુલદીપસિંહના કાકા અને મોટાબાપુ, વેદાંશીબાના દાદાબાપુ, જાડેજા ખોડુભા ભુરુભા (વિંઝાણ)ના જમાઇ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-12-2023ના શનિવારે નિવાસસ્થાને. પ્રાર્થનાસભા તા. 1-12-2023ના સાંજે 4થી 5.30 કોમ્યુનિટી હોલ, સ્વામિનારાયણ નગર, શનિદેવ મંદિર સામે, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ હરિપુરાના કેશરબેન રૂડાણી (ઉ.વ. 79) તે સ્વ. કાન્તિલાલ કરસન રૂડાણીના પત્ની, ગીતાબેન (બોટાદ), શારદાબેન (ગુણાતિતપુર), અનુબેન (વિરાણી), સુરેશભાઇ (ભુજ) (ઉમિયા ટ્રેક્ટર ગેરેજ-સુમરાસર)ના માતા, પરસોત્તમભાઇ, મનસુખભાઇ, જયેશભાઇ, શોભનાબેનના સાસુ, અબજીભાઇ રૂડાણી (ગુણાતિતપુર)ના નાના ભાઇના પત્ની, જીનલ, માનસના દાદી, સ્વ. પ્રેમજી દેવશી ભાદાણી (નખત્રાણા)ના પુત્રી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-11 અને 1-12-2023ના સવારે 9થી 11 અને બપોરે 3થી 5 સુરેશભાઇના નિવાસસ્થાન શ્રી હરિનગર-3, મિરજાપર ખાતે.

ભુજ : મંજુલાબેન શાંતિલાલ ભટ્ટ (ઉ.વ. 76) (નિવૃત્ત શિક્ષિકા, વાણિયાવાડ પ્રાથમિક શાળા નં.-2) તે શાંતિલાલ સુંદરજી ભટ્ટ (નિવૃત્ત કા. ઇજનેર/ડુમરાવાળા)ના પત્ની, સ્વ. સુંદરજી ધનજી ભટ્ટ (ડુમરા)ના પુત્રવધૂ, સ્વ. જમનાબેન હરિશંકર માકાણી (મુંબઇ)ના પુત્રી, સ્વ. મૂરજી ધનજી ભટ્ટ, સ્વ. મગનલાલ ધનજી ભટ્ટના ભત્રીજાવહુ, રમેશચંદ્ર હરિશંકર માકાણી (માધાપર)ના બહેન, કુસુમ રમેશ માકાણીના નણંદ, અનિલ, હિતેશ, રાજેશના ફઇ, સ્વ. મુક્તાબેન પ્રાણજીવન ગોર, હેમલતા ઝુમખલાલ શાહના વેવાણ, સ્વ. ચંચળબેન ધીરજલાલ ભટ્ટના દેરાણી, ચંપાબેન જયંતીલાલ (માંડવી), ગં.સ્વ. ગીતાબેન ચંપકલાલ ભટ્ટના જેઠાણી, દીપાવલી ભરત માલાણી (વાણિયાવાડ શાળા નં-2), કલ્પના કલ્પેશ શાહ (કિડ્ઝી કેમ્પસ પ્રિસ્કૂલ, આકાશવાણી સમાચાર વાચક)ના માતા, ભરત પ્રાણજીવન ગોર (જીઇબી), કલ્પેશ ઝુમખલાલ શાહ (એસ. એસ. મેડિકલ્સ)ના સાસુ, શારદા નિલમ ભટ્ટ, હંસા તરૂણ ભટ્ટ (કોટડા), ડોલી કિશોર ભટ્ટ (નખત્રાણા), દક્ષા જગદીશ ભટ્ટ (સઇ), હેતલ દીપક ભટ્ટના કાકી સાસુ, અસ્મિતા, વર્ષા, રેખા, ક્રિષ્ના, નિમિષા, ઇરાના કાકી, ગં.સ્વ. સવિતા શૈલેષ અજાણીના ભાભી, ભાવિક, યોગેશ, પાયલ, ફાલ્ગુની, ચંદ્રિકાના મામી, મિતાંશી ખગેશ (દિલ્હી), અભિષેક (અમદાવાદ), ડો. યશ શાહના નાની તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 1-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મંગળાબેન યશેષચંદ્ર ભટ્ટ (એલ.આઇ.સી.) (ઉ.વ. 80) તે પ્રહલાદરાય ઠાકર (આદિપુર)ના પુત્રી, રીમા અને પૂર્વિના માતા, ઉદય મૂળરાજ ખત્રી તથા દિનેશ ચૂનીલાલ સોલંકીના સાસુ, શ્રદ્ધા, જલ અને દેવાંશીના નાની, સ્વ. દુર્ગાશંકર ભટ્ટ, સ્વ. લક્ષ્મીકાંત ભટ્ટ, સ્વ. મહેન્દ્ર ભટ્ટ, સ્વ. અરવિંદ ભટ્ટ, નરેન્દ્ર ભટ્ટના ભાભી, સ્વ. દિવ્યાપ્રભા, ગં.સ્વ. શાંતાબેન, સ્વ. દક્ષાબેન, સ્વ. જયાબેન ભટ્ટના દેરાણી, સંધ્યાબેન, માલતીબેનના જેઠાણી, સુમિત્રા સચિન ઉપાધ્યાયના કાકી તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 30-11-2023ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાનેથી ગાયત્રી મંદિર સામેથી નીકળી સ્વર્ગ પ્રયાણધામ, ખારી નદી, ભુજ ખાતે જશે.

ભુજ : ગોસ્વામી બટુકગર નૈયનગર (ઉ.વ. 63) તે હીરાબેન તથા નૈનગર ગુલાબગર ગોસ્વામીના પુત્ર, વનિતાબેનના પતિ, દીપુ, કોમલ, છાયા, સ્વ. અકી (નમ્રતા)ના પિતા, અનસૂયાબેન મનસુખગર (ભુજ), જ્યોતિબેન નવીનગર (આસંબિયા), ગીતાબેન ગૌતમગર (દહીંસરા)ના ભાઇ, સ્વ. મુલગર નારાણગર, સ્વ. રમેશગર, ચંચલગર, કિશોરગર, દિનેશગરના કાકાઇ ભાઇ, દિલીપગર, સંજયગર તથા હિતેનગરના સસરા, મોહનગર સંતોષગર (માંડવી)ના જમાઇ, રમેશગર, વસંતગર, સંદીપગર, જ્યોતિબેનના બનેવી, લક્ષ્મીબેન બેચરગર (માંડવી)ના દોહિત્ર, જાન્વી, વિભૂતિ, ધૃતિ, સત્ય, નક્ષ, પ્રાચીના નાના તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2023ના સાંજે 4થી 5 તર્પણેશ્વર મહાદેવ મંદિર, રોટરી નગર, ભુજ ખાતે. ઘડાઢોળ તથા શંખઢોળ તા. 9-12-2023ના નિવાસસ્થાને.

ભુજ : હીરાબેન નંદરામ રાવલ (નિવૃત્ત શિક્ષિકા) (ઉ.વ. 85) તે સ્વ. નંદરામ મયારામ રાવલના પત્ની, સ્વ. કેશવલાલ જયશંકર જોશી (મુંદરા)ના બહેન તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને 1 નંબર, દ્વિધામેશ્વર કોલોની, ભુજ ખાતે.

અંજાર : વાળંદ નાનાલાલભાઇ વાલજીભાઇ (ઉ.વ. 86) જોટંગિયા તે વાલજી રામજીના પુત્ર, સ્વ. ગુણવંતીબેનના પતિ, સ્વ. મોહનલાલ, સ્વ. વેલજીભાઇ, રવિલાલ, સ્વ. કનૈયાલાલ, સ્વ. વિજયાબેન લખતરિયાના ભાઇ, સ્વ. સુનીલભાઇ, સ્વ. કિરણભાઇ, ઘનશ્યામભાઇ, પ્રકાશભાઇ, પરેશભાઇ (લાલો), ભરતભાઇના પિતા, ચૌહાણ રાઘવજીભાઇ નરસિંહભાઇ (જામનગર)ના જમાઇ, શિવાની, ઉર્વિ, રાધે, હેત, ભૂમિ, સાગર, જીત, માધવના દાદા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : પ્રજાપતિ બધીબેન (ઉ.વ. 85) તે સ્વ. બિજલભાઇ કારાભાઇ કોરડિયાના પત્ની, સ્વ. વેલજીભાઇ, રમેશભાઇ (કચ્છમિત્ર વિતરક), શંકરભાઇ, દિવાળીબેન, ગીતાબેનના માતા, ગં.સ્વ. પ્રેમિલાબેન, મંજુલાબેન, ચંપાબેન, વિશનજીભાઇ ભીમજીભાઇ નાથાણી (વામકા), જગદીશભાઇ લાલજીભાઇ હમીપરા (અંજાર)ના સાસુ, મેહુલ, સ્વ. ગૌરવ, સ્વ. શની, રોહન, રાજ, કેવલ, ધ્રુવ, તેજલના દાદી, સ્વ. માકબેન તથા વજાભાઇ રાયધણભાઇ ગોત્રકિયા (ચિત્રોડ, તા. ભચાઉ)ના પુત્રી તા. 25-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ પ્રજાપતિ છાત્રાલય ખાતે.

માંડવી : રમેશભાઇ ફકુભાઇ ઝાલા (ઉ.વ. 73) તે સ્વ. જેરામભાઇ, રતિલાલભાઇ, સ્વ. સવિતાબેન, સ્વ. કૌશલ્યાબેન, પાર્વતીબેનના ભાઇ, સ્વ. ઝવેરબેન, પ્રભાબેનના દિયર, નિર્મલાબેનના પતિ, સ્વ. વિવેક, કામિની, જિગરના પિતા, ભગવાનજીભાઇ, હિંમતભાઇ, દીપકભાઇ, યોગેશભાઇ, પુષ્પાબેન, સ્વ. ભારતીબેન, પરેશ, જિજ્ઞા, કાશ્મીરાના કાકા, પરિમલભાઇ (વડોદરા), રવિભાઇ (ભુજ), ચૈતાલીબેન (રાજકોટ), તારીકા (માંડવી)ના સસરા, આરવના દાદા, પ્રિયા, પ્રિયાંશ, ધૈર્ય, સાનવીના નાના તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11- 2023ના ગુરુવાર સાંજે 4થી 5 સારસ્વત વાડી, સાંજીપડી, આશાપુરા મંદિર પાસે, માંડવી ખાતે.

માંડવી : સાધુ અજિતકુમાર પરષોત્તમદાસ (પૂર્વ નગરપતિ-માંડવી) તે સાધુ ડાહીબેન પરષોત્તમદાસના પુત્ર, નીકી પોરષ દેસાણી (ઓસ્ટ્રેલિયા)ના પિતા, પોરષ દેસાણી (ઓસ્ટ્રેલિયા)ના સસરા, જેનિલના નાના, સ્વ. દામોદરદાસ, શાંતિદાસ, ડો. સી. પી. સાધુના ભાઇ, મહંત કિશોરદાસજી તથા દિલીપભાઇ (ભુજ)ના કાકાઇ ભાઇ, સ્વ. દર્શનાબેન અને રંજનબેનના દિયર, પુષ્પાબેનના જેઠ, રાજેશ્વરીના કાકા સસરા, પરાગ, કૃણાલી, ખ્યાતિ સમીર સાધુ, જાનવી, જતિન દેસાણી, હિરલ પીયૂષ ડુંગરાણી, કૃપા પાર્થ શાહના કાકા, દીયા, પ્રેમ, આદી, રિદ્ધિ, રાઘવ, રીવા, ક્રિશાના વડીલ તા. 11-11-2023ના ઓસ્ટ્રેલિયા ખાતે અવસાન પામ્યા છે. શ્રદ્ધાંજલિ (પુષ્પાંજલિ) સભા તા. 1-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

હોડકા-બન્ની (તા. ભુજ) : લાછુબેન દુદાભાઇ ખરેટ (ઉ.વ. 35) તે દુદા બાંભણિયા ખરેટના પત્ની, સજનાબેન બિજલ મંગુ ખરેટ, દેમાબેન બાંભણિયા મંગુ ખરેટના પુત્રવધૂ, સ્વ. દાઇબેન સુકરિયા તુગા ભદ્રુના પુત્રી, હીરા અને કરશનના બહેન, હિમાબેન ભારમલ ખરેટના દેરાણી, દેવા અને દાયાના ભાભી, ભાવના, જાસ્મિન, સંધુ, દક્ષા, પ્રીતિકા, મયૂર, ઇશ્વરના માતા, સોનાબેન મેરૂ મંગુ ખરેટના ભત્રીજાવહુ, ગ્યાની, અરવિંદ, પરબત, રામસીંગ અને ભરતના કાકી તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બારસ તા. 6-12-2023ના બુધવારે તથા પાણીઢોળ (પાણિયારો) તા. 7-12-2023ના ગુરુવારે સવારે નિવાસસ્થાને.

વરસામેડી (તા. અંજાર) : હુશેનભાઇ હાસમભાઇ ખલીફા (ઉ.વ. 51) તે સુલેમાનભાઇ, રમજુભાઇ, મામદભાઇના ભાઇ, આશિફના પિતા, ખલીફા સલીમના કાકા, ખલીફા આદમભાઇ (ઝરૂ)ના સાળા તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2023ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વરસામેડી પંચાયતની બાજુમાં, વરસામેડી ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : મૂળ મોડકુબાના ગોસ્વામી રમેશગિરિ કાનગિરિ (ઉ.વ. 49) તે બાઇયાબાઇ કાનગિરિ પરસોત્તમગિરિના પુત્ર, વર્ષાબેનના પતિ, સ્વ. મણિબેન કેશવપુરી (જામનગર), સ્વ. કેશરબેન શંભુગિરિ (લઠેડી), ગોમતીબેન ગોવિંદગિરિ (બાયઠ), રસીલાબેન નવીનભારથી (વડવા), શંભુગિરિ, સ્વ. અરવિંદગિરિના નાના ભાઇ, ચંદ્રિકાબેન શંભુગિરિ, ગં.સ્વ. યશોદાબેન અરવિંદગિરિના દિયર, પદમગિરિ વિશ્રામગિરિ, પવનગિરિ શ્યામગિરિ, પદમગિરિ મોહનગિરિ (વિંઢ)ના કાકાઇ ભાઇ, વિમલગિરિ, હેતલબેન મિતગિરિ (મિરજાપર), પ્રિયા, બિજલના પિતા, રેખાબેન હરેશભારથી (તેરા), ધર્મિષ્ઠાબેન અક્ષયપુરી (કાદિયા), કમલેશ, નરેન્દ્ર, ઓમ, ગૌતમના કાકા, શીતલબેન વિમલગિરિના સસરા, સિમ્તાબેન કમલેશગિરિના કાકાજી સસરા, જશોદાબેન ઇશ્વરપુરી (ડોણ)ના મોટા જમાઇ, કિરણપુરી, ભરતપુરી, પ્રભાબેન અશ્વિનગિરિ (કેરા)ના બનેવી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2023ના શુક્રવારે બપોરે 2થી 4 નિવાસસ્થાન સનાતન નગર, હનુમાન ચોક, મોટા લાયજા ખાતે.

પત્રી (તા. મુંદરા) : મેઘબાઇ શિવજી વરોધ (ઉ.વ. 70) તે સ્વ. શિવજી રાયશી વરોધના પત્ની, ડાયાલાલ, સ્વ. ખીમજી, જખુભાઇ, વાલજીભાઈ, સ્વ. નારાયણભાઈના ભાભી, વિક્રમ, સોનબાઇ, જવેરબેન, ધનબાઈના માતા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મથલ (તા. નખત્રાણા) : ભદ્રુ શંકરલાલ કાનજી (ઉ.વ. 40) તે ભદ્રુ કાનજી કરમશી ભગત તથા સ્વ. મગીબેનના પુત્ર, લધારામ (ગણેશનગર), જશુબેન દેવજી પાયણ (ભારાસર), છગનલાલ, વેલાબેન નારણ કુંવટ (ગણેશનગર)ના નાના ભાઇ, માનબેનના પતિ, નંદની, નેહા, આર્યન, પીયુના પિતા, નયનાબેન ભરત મેરિયા (માનકૂવા), મનોજ, વસંત, નવીન, દિનેશ, બિપીન, સાવિત્રીબેનના કાકા, સ્વ. સામાબેન, સ્વ. સુમાર હમીર મેરિયા (નાના નખત્રાણા)ના જમાઇ, ગોવિંદ, કરમશીના બનેવી, જેપાર હીરજી ગાભા માલા (દેવીસર)ના ભાણેજ તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મથલ ખાતે. આગરી બારસ તા. 2-12-2023ના શનિવારે અને તા. 3-12-2023ના સવારે પાણી (ઘડાઢોળ).

જતાવીરા (તા. નખત્રાણા) : મૂળ બીટિયારી (તા. અબડાસા)ના જાડેજા નરેન્દ્રસિંહ બટુકસિંહ (ઉ.વ. 54) તે સ્વ. જાડેજા બટુકસિંહ મમુભાના પુત્ર, સ્વ. શંભુસિંહ મમુભા, જાડેજા બાલુભા મુળુભા, ભગુભા મુળુભાના ભત્રીજા, કિરીટસિંહ, સ્વ. જીતુભા બટુકસિંહના મોટા ભાઇ, જાડેજા રાજદીપસિંહ તથા ધર્મેન્દ્રસિંહના પિતા, અનિરુદ્ધસિંહ, યોગેન્દ્રસિંહ, શક્તિસિંહના મોટાબાપુ, પૂર્વદીપસિંહના દાદા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જતાવીરા ખાતે. બારમાની વિધિ તા. 8-12-2023ના.

વરાડિયા (તા. અબડાસા) : જાડેજા મુક્તાબા મેઘરાજસિંહ (ઉ.વ. 42) તે જાડેજા મેઘરાજસિંહ ફતેસિંહ (વરાડિયા)ના પત્ની, જાડેજા કીર્તિબા, રિયાબા તથા શિવપાલસિંહના માતા, જાડેજા પ્રિયંકાબા તથા પ્રહલાદસિંહના કાકી તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું વરાડિયા દરબાર ગઢની ડેલી ખાતે.

મુલુંડ (મુંબઇ) : કચ્છી લોહાણા આરતીબેન (ભારતી) અશ્વિન રંગવાલા (ઉ.વ. 69) તે સ્વ. ઝવેરબેન મૂળજી જેરામ રંગવાલા (ગોણિયાસર, તા. માંડવી)ના પુત્રવધૂ, સ્વ. રાધાબેન પરસોત્તમ (દરિયાભા) નારાણજી કતિરાના પુત્રી, નમ્રતા ભૌમિક રંગવાલા અને આરતી ઋષભ રંગવાલાના માતા, સ્વ. પુરુષોત્તમભાઇ, સ્વ. સુભાષભાઇ, સ્વ. પુષ્પાબેનના ભાભી, દિશિલ અને શૌર્યના દાદી, સ્વ. મધુબેન, સ્વ. વિમળાબેન, દિલીપભાઇ, મંજુલાબેન, જ્યોતિબેનના બહેન, યતિન, અજય, હેમલ, આશિષના કાકી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11- 2023ના ગુરુવારે સાંજે 5થી 7 ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા શાળાની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (પશ્ચિમ) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એ જ દિવસે આવી જવું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang