• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : તેજસ અશોક પરમાર (ઉ.વ. 34 ) તે અશોક નાનાલાલ (માજી કર્મચારી કચ્છમિત્ર) અને મીનાબેનના પુત્ર, જયાબેન (માજી કર્મચારી રેલવે, પાણીવાળા), જશોદાબેન કરશનજી ચૌહાણ (દ્વારકા)ના પૌત્ર, ભાનુબેન ભગવાનજી ચૌહાણ (જામનગર)ના દોહિત્ર, સ્વ. નવીનભાઇ, રાજેશ (જામનગર)ના ભાણેજ, ગૌરવ, કાજલ, દિપાલી, ધર્મેશ દીપક પરમાર, આરતી, પૂજા, ખુશ્બૂ, ભદ્રેશ ડુડિયા, વંદના, નિશાના ભાઈ, સ્વ. મણિલાલ, રસિક રામજીભાઈ પરમાર (કોલકાતા), ગં.સ્વ. બંસીબેન દીપક પરમાર, ગં.સ્વ. જ્યોત્સનાબેન પ્રવીણભાઈ ડુડિયાના ભત્રીજા, અશોક મેઘજીભાઈ ચૌહાણ, સંજય રમણીકભાઇ ચૌહાણ, મનોજ જયંતીભાઈ ડાભી, સંદીપ મોહનલાલ સોલંકી, હીરેન જગદીશભાઈ ઝાલા, રાજેન્દ્ર દાનસંગજી રાઠોડ, સુભાષ દદીરામ ગર્ગના સાળા, સીમા ગૌરવ પરમાર, રક્ષા ધર્મેશ પરમાર, રશ્મિબેન ડુડિયાના દિયર, રાઘવ, રિદ્ધિ, પ્રાચી, મીત, યશના કાકા, પૂજા, વંશ, કોમલ, નિક્કી, પીન્કી, સ્નેહા, જિયા, ક્રિષ્ના, હેતરાજ, અદિતી, મયુરેશ, જીત, નવ્યા, શ્લોક, માનસી, મનસ્વી, રુદ્ર, નિત્યાના મામા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 ભળેશ્વર મહાદેવ મંદિર, ભુજિયા ડુંગરની તળેટી, ભુજ ખાતે.

ભુજ : મૂળ મસ્કાના વિઠ્ઠલભાઇ પ્રેમજી શંકરવાલા (મોતા) (સાંગલીવાળા) તે અરુણાબેનના પતિ, નીશા તથા ગૌરવના પિતા, પ્રદીપભાઇ પંડ્યા તથા તન્વીબેનના સસરા, રુત્વ તથા ધ્યાનના દાદા, નિર્મિત તથા ચૈતન્યના નાના, ગં.સ્વ. ચંચળબેન પ્રેમજી શંકરવાલાના પુત્ર, સ્વ. જેન્તીલાલ, લક્ષ્મીકાંત, રમેશભાઇ, નીતિનભાઇ, સ્વ. ભગવતીબેન, દમંયતીબેન, હેમલતાબેન, ઇંદિરાબેન, હર્ષાબેનના ભાઇ  તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 29-11-2023ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન સર્જન સ્ક્વેર, મહાપ્રજ્ઞ નગર, યોગેશ્વરધામથી રાજગોર સ્મશાન (શાંતિનગર) જવા નીકળશે.

ભુજ : મૂળ બાગ (તા. માંડવી)ના ગૌરીશંકર સુંદરજી મોતા (ઉ.વ. 76) તે દેવકાબેન સુંદરજી મોતાના પુત્ર, ગં.સ્વ. નિર્મળાબેનના પતિ, સ્વ. મોરારજી, નાનજી, સ્વ. હરિરામ, મીઠાબાઇ નારાણજી બોડા (ભીટારા), સરસ્વતીબેન પુરુષોત્તમ (વિંઢ), નીમુબેન દેવજી (કોડકી)ના ભાઇ, શામજી, પ્રવીણ, ગીતાબેન, મીનાબેનના પિતા, કમલેશ, નીતિનભાઇ, ભારતીબેનના સસરા, રુદ્ર, પ્રેમ, યુવાંશના દાદા, દીપેન, ફાલ્ગુનીના નાના, સ્વ. વિનોદ, અશોક, નીતિશ, ભાવેશના કાકા, મોંઘીબેન લધા વ્યાસના જમાઇ, અનસૂયાબેન બાબુલાલ, જ્યોતિબેન નાનજી, મંજુલાબેન હીરાલાલ, બેબીબેન પ્રવીણભાઇ, પ્રતિમાબેન અમૃતભાઇ, મધુબેન મહેશભાઇ, મણિબેન કાંતિલાલના બનેવી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-11-2023ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 1-12-2023ના શેખાઇબાગ રાજગોર સમાજવાડી ખાતે.

ભુજ : શિવગર નથુગર ગુંસાઈ (ગિરિભાઈ) (અમૃતલાલ દેસાઈવાળા) (ઉ.વ. 68) તે ગં.સ્વ. કસ્તૂરબેન નથુગર ગુંસાઈના પુત્ર, ગોદાવરીબેનના પતિ (ભુજ દ. ગો. મહિલા મંડળ-મહામંત્રી), સ્વ. ખીમગર વિશ્રામગર (મોટી વિરાણી)ના જમાઈ, સુમિતગિરિ (એચડીએફસી બેન્ક બળદિયા બ્રાન્ચ મેનેજર), મિત્તલ, અંકિતગિરિ (ટેક્સ કન્સલ્ટન્ટ)ના પિતા, કુંજલ,ખુશ્બુ, હીતેનગિરિ બટુકગિરિ (સુવર્ણ જ્વેલર્સ-ભુજ)ના સસરા, સ્વ. દેવગર, કેશવગર, રામગર, વાસંતીબેન (વેલુબેન) ઈશ્વરપુરી (માંડવી)ના ભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. પ્રભાબેન, હેમલતાબેનના દિયર, સ્વ. ગાવિંદગિરિ નથુગિરિ (દેવપર-યક્ષ), સ્વ. બટુકગિરિ વેલગિરિ (કચ્છમિત્ર પ્રેસ-ભુજ), સ્વ. સુભાષગિરિ હિંમતગિરિ (માધાપર)ના વેવાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન અમરગર (ગાંધીધામ), વિજયાબેન દિનેશગર (દેશલપર-વાંઢાય), કિશોરગર, ભરતગર, કોકીલાબેન જયંતીગર (ભુજ)ના બનેવી, જયશ્રીબેન, હર્ષિદાબેનના નણદોયા, પ્રહલાદ, જગદીશ, નીલેશ, યોગેશ, નયન, નિખિલ, ઈલા શૈલેશગર (ભુજ), ગીતા હિતેશ વોરા (ભુજ)ના કાકા, સ્વ. વેલગર લક્ષ્મણગર, સ્વ. લાલગર લક્ષ્મણગર, બચુબેન પ્રાણગર (માધાપર)ના ભાણેજ, ઉમા, ખ્વાહિશ, સ્વસ્તિક, ઉચિત, કૃણાલી, મિહિર, સાક્ષી, અંશ, સાક્ષી, જિયા, અનુશ્રી, ત્રિશાના દાદા, રિશિત, માર્વીના નાના તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11-2023ના સાંજે 4થી 5 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગરોડ, ભુજ ખાતે.

આદિપુર : સવિતાબેન અરજણ સાગઠિયા તે કરશનભાઇ, બાબુભાઇ, સ્વ. ખેતાભાઇના પુત્રવધૂ, હસમુખ અને જીતુના માતા, રાજો, લાલો, જયેશ, યોગેશ, કાન્તાના કાકી, પરબત, દિલીપ, કાન્તિ, ગોવિંદ, મહેશના ભાભી, જખ્ખા કરમશી (મંગવાણા)ના પુત્રી, નારણભાઇ (કુબેરનગર)ના સાસુ, હરિ, નરશી, નવીનના બહેન તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-11-2023ના, ઘડાઢોળ તા. 30-11-2023ના સવારે 6 વાગ્યે નિવાસસ્થાને.

અંજાર : મૂળ મીંદિયાળાના મહેન્દ્રભાઇ (મનુ) સિંચ (મહેશ્વરી) (ઉ.વ. 58) તે રાજારામ તેજસી સિંચ (નિવૃત્ત સર્કલ ઓફિસર)ના પુત્ર, સ્વ. દિનેશભાઇ (પોલીસ કોન્સ્ટેબલ), સુરેશ, રમેશ, શાંતાબેન કાનજી આયડી (ભુજ)ના ભાઈ, હિતેશ, મીના, પારુલ, પ્રવીણના કાકા, જયાબેનના દિયર, રેખાબેન, હિરલબેનના જેઠ, અંજના, જ્યોતિ, નીરજ, રુદ્ર, જિગરના મોટાબાપુ તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. લૌકિક વ્યવહાર તેમના નિવાસસ્થાન મકાન નં 259, મ્યુનિસિપલ કોલોની, નયા અંજાર ખાતે.

માંડવી : અમીનાબાઈ ભચુ ભટ્ટી (ઉ.વ. 90) તે અબ્દુલકરીમ માસ્તરના બહેન, રશીદ ભટ્ટી, શોએબ ભટ્ટી, નઝીર ભટ્ટીના  ફઈ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 30-11-2023ના સવારે 11થી 12 તથા બહેનો માટે કુર્આન ખ્વાની 10થી 11 ખત્રી જમાતખાના, માંડવી ખાતે.

મુંદરા : મૂળ બેરાચિયા (તા. અબડાસા)ના જાડેજા સેજકુંવરબા ચનુભા (ઉ.વ. 101) તે સ્વ. ટપુભા, બાલુભા, કેશુભા, જગદીશાસિંહના માતા, સ્વ. જશુભા, નારુભા, સ્વ. ગાભુભાના કાકી, કનકાસિંહ, જિતેન્દ્રાસિંહ, શૈલેન્દ્રાસિંહ, હરેન્દ્રાસિંહ, ક્રિપાલાસિંહ, અનિરુદ્ધાસિંહ, કરણાસિંહના દાદી તા. 27-11-2023ના અવસાન પામ્યાં છે. સાદડી તા. 2-12-2023ના શનિવારે નિવાસસ્થાન સદગુરુ સ્માર્ટ વિલ્લા, મુંદરા ખાતે તેમજ તા. 4-12-2023ના સોમવારે બેરાચિયા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 8-12-2023ના શુક્રવારે નિવાસસ્થાન મુંદરા ખાતે.

નખત્રાણા : સિયોતના માવજીભાઇ કાનજીભાઇ પિત્રોડા તે સ્વ. મણિબેન માવજી પિત્રોડાના પુત્ર, સ્વ. દેવજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇના મોટા ભાઇ, હરિભાઇ, સ્વ. લક્ષ્મીબેન, મંજુલાબેન, લીલાબેન, ગંગાબેન, રસીલાબેનના પિતા, જશોદાબેન હરિભાઇ, સ્વ. કાન્તિલાલ, મગનલાલ, જેઠાલાલ, જયંતીલાલ, અલ્પેશકુમારના સસરા, સ્વ. સંજયભાઇ, દિનેશભાઇ, બિપિનના દાદા, મિત્તલ દિનેશના દાદાસસરા, દિયા, મિત, રોહનના પરદાદા, મોહનભાઇ, કિશોરભાઇ, રાજુભાઇ, કમળાબેન, રસીલા, મહેશ, મહેન્દ્ર, દીપક, વિમળાબેનના મોટાબાપા, નીતા, જિજ્ઞા, અમિત, સંદીપ, નયના, કમલેશ, ચંદ્રિકા, મિત્તલ, અતુલ, ભાવિન, દિવેનના નાનાબાપા, સ્વ. વાઘજી ટોકરશી ઉમરાણિયા (તેરા)ના જમાઇ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11- 2023ના સાંજે 4થી 5 નખત્રાણા લોહાર સમાજવાડી ખાતે.

નખત્રાણા-નવાવાસ : હાલે સુરત વાલજી મનજી ભોજાણી (ઉ.વ. 72) તે સ્વ. મનજી શિવજી ભોજાણીના પુત્ર, સ્વ. કરશનભાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. અરજણભાઇ, પ્રેમજીભાઇના ભાઇ, ભરત, ધીરજ (સુરત), રસીલાબેન કિશોરભાઇ દીવાણી (વિરાણી)ના પિતા, સ્વ.. નારણ દેવજી ભગતના જમાઇ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-11-2023ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 5 નખત્રાણા-નવાવાસ ખાતે.

ભચાઉ : રામાનંદી સાધુ મનહરદાસ પ્રભુદાસ લશ્કરી (ઉં.વ. 52) તે સ્વ. સુશીલાબેન પ્રભુદાસ માધવદાસના પુત્ર, સ્વ. રાધાબેન નટવરદાસના ભત્રીજા, ગં.સ્વ. મધુબેનના પતિ, સ્વ. હરિદાસ, સ્વ. નરોત્તમદાસ, ફરશુરામ, બટુકભાઈ, મોરલીધર (અનિલદાસ), ઈશ્વરદાસ, સ્વ. રેવાબેન રામચંદ્ર (વોંધ), સ્વ. વસંતબેન વિનોદકુમાર (હમીપર)ના ભાઈ, હર્ષદ, ભાવિની તથા રિતિકના પિતા, સ્વ. ઈશ્વરદાસ પરસોત્તમદાસ (હમીપર)ના જમાઈ, શાંતિદાસ, અર્જુન, અરાવિંદ, બળદેવ, વિપુલ, સાગર, હિરેન તથા રેખાબેન ભાવેશકુમારના કાકા, નીલેશ, પંકજ, ગૌતમ, પરીક્ષિતના મોટાબાપા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 1-12-2023ના શુક્રવારે વિનાયક સોસાયટી, નવી ભચાઉ ખાતે.

બળદિયા (તા. ભુજ) : રમેશ ડાહ્યાભાઇ ગરવા (ગાજણ) (ઉ.વ. 38) તે ગં.સ્વ. જીવાબેન ડાહ્યાભાઇના પુત્ર, રામજી (બાબુ), મંજુબેન મોહન (કોડકી), લક્ષ્મીબેન ઇશ્વર (અંજાર)ના નાના ભાઇ, સ્વ. રામજી, ચંદુલાલ, ચમન, અરવિંદ, લક્ષ્મીબેન, રતનબેનના કાકાઇ ભાઇ, કિશન, ગોપીના કાકા, સ્વ. મનજી વિશ્રામ, સ્વ. કરશન વિશ્રામ (ભુજ)ના ભાણેજ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 30-11-2023ના સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી નિવાસસ્થાને ઉપલોવાસ, બળદિયા ખાતે.

માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબેન (ઉ.વ. 68) તે સ્વ. જયરામભાઇના પત્ની, સ્વ. ધારશી કેશવજીના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. શંકરભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ભગવતીબેન, ગં.સ્વ. ગોમતીબેનના દેરાણી, સ્વ. ધીરજભાઇ, રેખાબેન, વંદનાબેન, હિનાબેન, દિલીપના માતા, અનિલ સોની, જયેશ સોની, કમલેશ સોની, સ્વાતિબેનના સાસુ, દેવજીભાઇ, સુરેશભાઇ, રવજીભાઇ, બાબુભાઇ, સામજીભાઇ, રમણીકભાઇ, સ્વ. કીર્તિભાઇના કાકી, વિરાલી, મિશાના દાદી, વિશ્વા, નીકિતા, દીક્ષિત, મૈત્રી, વેદ, દિયા, હનીના નાની, સ્વ. પ્રેમિલાબેન કેશવજી (કલ્યાણપર)ના પુત્રી, રવજીભાઇ, સ્વ. લાલજીભાઇ, નરોત્તમભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. પાર્વતીબેન, કમળાબેન, સ્વ. સાવિત્રીબેન, જયશ્રીબેનના બહેન, સ્વ. નાનાલાલભાઇ, સ્વ. કાન્તિભાઇ કાન્તિલાલના સાળી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર-જૂનાવાસ ખાતે.

દહીંસરા (તા. ભુજ) : ગુંસાઇ માધવગર નારાણગર (ઉ.વ. 83) તે સ્વ. પ્રેમાબાઇ નારાણગર દયાલગરના પુત્ર, ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. શંભુગર, સ્વ. વિશ્રામગર, સ્વ. ગણપતગર, રમેશગરના મોટા ભાઇ, મણિબેન બેચરગર (ભુજ), સ્વ. સાકરબેન વલમગર (સુખપર), ધનુબેન ઉમેદપુરી (સુરત), સાવિત્રીબેન જયેષ્ઠારામપુરી (ભુજ)ના ભાઇ, હિંમતગર, ગૌતમગર, અરવિંદગર, મુકેશગર, ગીતાબેન અરવિંદભારથી (નેત્રા), અમૃતબેન જગદીશગર (દેશલપર-ગું.)ના પિતા, તારાબેન, ગીતાબેન, કાન્તાબેન, અલ્પાબેન, અરવિંદભારથી, જગદીશગિરિના સસરા, હીરેનગર, કોમલગર, આદિત્યગર, સચિનગર, કેવલગર, રાજગર, મયુરીબેન મનોજગર (વલસાડ), દીપ્તિબેન અમિતગર (ખંભરા), નેહલબેન રાહુલગર (ભુજ), હેતલબેન જયભારથી (મમાયમોરા), અંજલિબેન દર્શનગર (નખત્રાણા), મનાલી, ક્રિયાન્શીના દાદા, દિશાબેન, હિનાબેન ગૌરવકુમાર (ગયાજી), ચિંતનભારથી, કૈલાશગર, પાર્થગરના નાના, ભાગ્ય, ક્રિશાના પરદાદા, ગવરીબેન વેલવન (મંગવાણા), વિમળાબેન પ્રેમગર (રામપર), ભગવતીબેન હીરાપુરી (કોટાયા), સરસ્વતીબેન મંગલપુરી (પ્યાકા), સુરેશગર, રામગર, કાન્તિગર, અરવિંદગરના કાકા, સ્વ. હરેશગર, અર્જુનગર, મંજુલાબેન દીપકપુરી (નખત્રાણા), હિનાબેન મનોજગર (અંજાર), વર્ષાબેન વિક્રમપુરી (ભુજ), ભરતગર, મનીષગર, ફાલ્ગુનીબેન રાજેશગર (પત્રી), બિંદિયાબેન મેહુલગર (જખૌ), ક્રિષ્નાબેન જલ્પેશકુમાર (અમદાવાદ), ખુશ્બૂ, સમીરગરના મોટા બાપા, સાકરબેન મીઠુભારથી (વડવા)ના જમાઇ, કસ્તૂરબેન હરિગર (સણોસરા), ચંદ્રિકાબેન માનગર (જિયાપર), ગવરીબેન લધુપુરી (નારાણપર), બાલભારથી, ગવરીભારથી (વડવા)ના બનેવી, ગં.સ્વ. તુલસાબેનના દિયર, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. મંજુલાબેન, વિશાખાબેનના જેઠ, ચંપાબેન, શાન્તાબેન, જયશ્રીબેન, હેતલબેન, ગં.સ્વ. હિનાબેન, હેતલબેન, દીપ્તિબેન, કલ્પનાબેન, પ્રિયાના મોટા સસરા, કવિતાબેન, પ્રિયંકાબેનના દાદાજી સસરા તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે બપોરે 3થી 4 ભૂતેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેશન ઉપર, દહીંસરા ખાતે. બારસવિધિ તા. 8-12-2023ના શુક્રવારે નિવાસસ્થાન દહીંસરા ખાતે.

કોડકી (તા. ભુજ) : ગોપાલ રામજી હાલાઇ (ઉ.વ. 85) તે કાનબાઇના પતિ, વિશ્રામભાઇ કરશનભાઇ, સ્વ. મેગબાઇ (કેરા), દેવબાઇના ભાઇ, કલ્યાણ, કેશરા, હરજી, રવજી, મનજી (પોસ્ટ તથા એલ.આઇ.સી. એજન્ટ)ના પિતા, રંજિતા, વિનોદ, રાજેશ, ઉમેશ, પ્રતીક, મીનાક્ષી, રોશની, કલ્પના, દમયંતી, પ્રભા, રાહુલ, સુનીલ, વિનેશ, દર્શિલના દાદા, ચંદ્રિકા, સામબાઇ, રાધાબાઇ, નાનબાઇ, હંસાબેનના સસરા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના સવારે 7.30થી 8.30 ભાઇઓની કોડકી સ્વામિનારાયણ મંદિરમાં અને બહેનોની નિવાસસ્થસાન જૂનોવાસ, રબારી ફળિયામાં.

સુખપર (તા. ભુજ) : જોગી જુમા નાથા (ઉ.વ. 58) તે સ્વ. નાથાભાઇ અભાભાઇ ચૌહાણના પુત્ર, સુંદરબાઇના પતિ, ભરત, અનિલ, હિનાના પિતા, સ્વ. આશાબાઇ ભીમજીના જમાઇ, સ્વ. લાખા અભા, સાગા ભચુના ભત્રીજા, સ્વ. રતન નાથા ચૌહાણ, દેવજી જેઠા, ઉમર કાનજી, નરસિંહ લાખા, મેગબાઇ, લખીબેનના ભાઇ, નથુ કાનજી સોઢાના સાળા, કાનજી જેઠા, પ્રેમજી અરજણ, કાનજી હરજીના બનેવી, કમલેશ, સુનીલના કાકા તા. 24-11-2023ના અવસાન પામ્યા છે. પૂજનવિધિ તા. 4-12-2023ના રાત્રે સત્સંગ તેમજ તા. 5-12-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે પાણીઢોળ નિવાસસ્થાન સુખપર જૂનાવાસ જોગીવાસ ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ ધોકડાના ગોરી વેરશી (ઉ.વ. 63) તે સ્વ. કેસરબાઈ ભચુભાઈ વણજારાના પુત્ર, સ્વ. નેણબાઈના પતિ, સ્વ. ખીમજી, માનબાઈ ખમુ ધેડા, ભાણબાઈ મઠુંભાઈ ડોરૂ, લક્ષ્મીબેન હરજી ચૂંયાના ભાઈ, અમરત, કાંતાબેન મેઘજી ડોરૂ, પ્રેમિલાબેનના પિતા, ખમુ વાલજી, વેલજી વીરાના કાકાઈ ભાઈ, દાયા ખીમજી, વાછિયા દાયા, દેવજી દાયા, રમેશ દાયાના કાકા,  વાછિયા વિંઝોડા (કોટડી મહાદેવપુરી)ના જમાઈ, પ્રેમજી, સવજી, ગંગાબેન, લીલાબેન, ખીમઈબાઈ, જય અને નીતિનના દાદા, જિગર, દક્ષાના નાના તા. 28-11-2023ના અવસાન પામ્યા છે, ધાર્મિકવિધિ પૂર્ણ થઈ ગઇ છે. બેસણું તા. 30-11-2023ના  સાંજે 4થી 5 વાગ્યે રાખેલ છે. ગોરી અમરત વેરશીના નિવાસસ્થાને  મફતનગર, બિદડા ખાતે.

રાણારા (તા. નખત્રાણા) : રબારી વલ્લુબેન રાણાભાઇ (ઉ.વ. 95) તે સ્વ. રાણા ખીમશીના પત્ની, જીવીબેન પોબા (ભોપાવાંઢ)ના માતા, સ્વ. કાયા મંગલ, સ્વ. સાજણ મંગલ, ચેના મંગલ, રાણીબેન વંકા (કુરબઇ)ના કાકી, રૂપીબેન હાજા (દેવસર)ના પુત્રી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રાણારા, તા. નખત્રાણા ખાતે.

મણિપર (તા. નખત્રાણા) : હાલે અમૃતપુરા કંપા (મોડાસા) કડવા પાટીદાર કરશનભાઇ લાલજી પારસિયા (ઉ.વ. 77) તે પુષ્પાબેનના પતિ, લાલજી ભીમજીના પુત્ર, હિતેષભાઇ, સુરેશભાઇ, કપિલાબેનના પિતા, કરમશીભાઇ, રવિલાલભાઇ, છગનભાઇ, શાન્તાબેન, હંસાબેનના ભાઇ, રિંકુ, આર્ય, માધુરી, છોટીના દાદા, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. વિઠ્ઠલભાઇ, દેવરામભાઇ, ખીમજીભાઇ, સ્વ. રામજીભાઇ, મોહનભાઇ, લધારામભાઇ, પચાણભાઇ, હરિભાઇ, બાબુભાઇના કાકાઇ ભાઇ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-11-2023ના બુધવારે સવારે 8થી 11 દેશલપર (વાંઢાય) પચાણભાઇ રાજા પારસિયાના નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : મોકાજી તખુભા જાડેજા (ઉર્ફે ટીનાભાઈ) (ઉ.વ. 37)  તે સ્વ. તખુભા રવુભાના પુત્ર, સ્વ. કનકાસિંહ રવુભા, સ્વ. સુરેન્દ્રાસિંહ રવુભા, જયેન્દ્રાસિંહ રવુભાના ભત્રીજા, મદનાસિંહના ભાઈ, જિતેન્દ્રાસિંહ,  ઘનશ્યામાસિંહ, પ્રદીપાસિંહ, હરપાલાસિંહ,  ધર્મેન્દ્રાસિંહ, જયદેવાસિંહ, લક્ષ્મણાસિંહ, મહાવીરાસિંહના કાકાઇ ભાઈ, જીતરાજાસિંહના પિતા તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું ભાઇઓ માટે નલિયા જાડેજા ભાયાત વાડીમાં તથા બેહનો માટે નિવાસ્થાને. ખાસ નોંધ : તા. 29-11-2023થી  3-12-2023 (5 દિવસ) સુધી.

મુળિયા?(તા. લખપત) : આસકોરબા ચનુભા જાડેજા (ઉ.વ. 80) તે ચનુભા કાનજી જાડેના પત્ની, જસુભા કાનજીના ભાભી, કલ્યાણજી, રામસંગજીના માતા, દાજીભા પાંચાજી, બુધુભા પાંચાજી, ભાણજી પાંચાજી, દિલુભા પાંચાજીના ભાભી, જેમલજી સુરુભા જાડેજાના મોટામા, જાડેજા દલપતસિંહ, મહાવીરસિંહ, પ્રવીણસિંહ અને પ્રદીપસિંહના દાદી, કર્મદીપસિંહના પરદાદી તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. તા. 4-12-2023ના આગરી રાત, તા. 5-12-2023ના ઘડાઢોળ.

બીટિયારી (તા. લખપત) : જત હાજી સાલે હાજી આરીફ (ઉ.વ. 70) તે મુબારખ તથા અબ્દુલના પિતા, ઠારૂ હાજી આરિફ (પૂર્વ સરપંચ) તથા લાલમામદના ભાઇ, સુમાર અલારખિયા જતના ભત્રીજા, જત અલીમામદ (પૂર્વ પ્રમુખ, લ.તા. પંચાયત)ના બનેવી તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-11-2023ના બીટિયારી ખાતે.

બરંદા (તા. લખપત) : મૂળ સાંયરા-કોઠારાના વાછિયા સુમાર ધેડા (ઉ.વ. 90) તે મીઠ્ઠભાઈ, આશપાર, વેલજી, મનુભાઈ, સોનબાઈ સામજી ઠોડિયા (શેરડી)ના પિતા, પેરાજ સુમાર ધેડા (આદિપુર)ના મોટા ભાઈ તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 29-11-2023ના સવારે 9 વાગ્યે, આગરી તા. 29-11-2023ના બુધવારે સાંજે અને તા. 30-11-2023ના ગુરુવારે સવારે પાણી (ઘડાઢોળ) બરંદા, તા. લખપત ખાતે.

વડોદરા : મૂળ તેરા (તા. અબડાસા)ના દીપકભાઇ માધવાદાસ ઉદેશી (ઉ.વ. 56) તે ગં.સ્વ. માલતી માધવદાસના પુત્ર, ગં.સ્વ. ગંગાબાઇ વિશનજીના પૌત્ર, ગં.સ્વ. દેવકાબેન નારણદાસના દોહિત્ર, સોનાબેનના પતિ, ચિરાગ, હિનલના પિતા, મિત્તલના સસરા, અશોક, મહેશ, હરેશના ભાઇ, ચિંતન, મિત, તેજ, નિશા, અંકિતા, નીકિતાના કાકા, ગં.સ્વ. પ્રતિમાબેન સુરપાળભાઇ નયગાંધી (અંજાર)ના જમાઇ, નીલેશ તથા મયૂરના બનેવી વડોદરા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2023ના સાંજે 4થી 5 તક્ષશીલા-2, આઇ-303, પ્રિન્સ વિલાની બાજુમાં, ગોત્રી રોડ, વડોદરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang