ગાંધીધામ, તા. 5 : આદિપુરમાં વરલી મટકાનો જુગાર
રમાડતા બે શખ્સને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ
બાતમીના આધારે પોલીસે ગત તા. 3ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં વોર્ડ-2-બીમાં મેલડી માતાજીનાં મંદિર પાસે કાર્યવાહી
કરી હતી. આરોપીઓ સેરૂમલ ખીલુમલ ટિકિયાની અને
લહેરીગર બુદ્ધગર ગોસાઈને પોલીસે
વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી પાડયા હતા.
આરોપીઓ પાસેથી ડાયરી, બોલપેન
અને રૂ. 10,800 રોકડા
સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.